Thu,25 April 2024,9:15 pm
Print
header

રાજુલામાં રાત્રે દીપડો ઘરમાં ઘૂસીને બાળકને ઉઠાવી ગયો, સારવાર દરમિયાન બાળકનું મોત- Gujarat Post

(demo pic)

રાજુલાઃ અમરેલી પંથકમાં જંગલી પશુઓનો ત્રાસ વધી રહ્યો છે. રાજુલાના કાતર ગામે દીપડો ઘરમાં ઘૂસી બે વર્ષના બાળકને ઉઠાવી ગયો હતો.પરિવારજનોએ બૂમો પાડીને દીપડા પાછળ દોટ મૂકતાં દીપડો બાળકને છોડીને ભાગી ગયો હતો. જે બાદ ગંભીર રીતે ઘાયલ બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન મોત તેનું થયું હતું.બે વર્ષના બાળકના મોતને લઇને માલધારી પરિવાર અને કાતર ગામમાં શોક સાથે ભયનો માહોલ છે. રાજુલા તાલુકાના કાતર ગામમાં દીપડાએ બે વર્ષના માસૂમનો શિકાર કરતાં સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટર સહિત જંગલખાતાના કર્મચારીઓ દોડી આવ્યાં હતા અને તપાસ શરૂ કરી હતી.

અમરેલી જિલ્લામાં છેલ્લાં પાંચ દિવસમાં ત્રણ માસૂમ બાળકોનો માનવભક્ષી દીપડાએ અને સિંહણે શિકાર કરતાં સ્થાનિકોમાં ભયનો માહોલ છવાયો છે. પાંચ દિવસ અગાઉ લીલિયા રેન્જમાં આવેલા ખારા ગામમાં સિંહણે 5 માસના માસૂમનો શિકાર કર્યો હતો, જ્યારે એજ દિવસે દીપડાએ સાવરકુંડલાના કરજાળા ગામમાં દીપડાએ 3 વર્ષનો માસૂમનો જીવ લીધો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch