Fri,26 April 2024,7:58 am
Print
header

ગુજરાતમાં અમેરિકા-કેનેડા પોલીસના ધામાઃ ગેરકાયદેસર ઘૂસણખોરી કરાવતાં એજન્ટોની યાદી કરાઈ તૈયાર- Gujarat Post

(પ્રતિકાત્મક તસવીર)

  • અમેરિકન ડ્રીમ વેચતા એજન્ટો પર ગાળિયો
  • અમેરિકા-કેનેડાના અધિકારીઓએ ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓને લેભાગુ એજન્ટોની યાદી આપી
  • થોડા દિવસોમાં થઈ શકે છે મોટા ખુલાસા

અમદાવાદ: ગુજરાતના લોકોની વિદેશ જવાની ઘેલછા જાણીતી છે. કાયદેસર વિઝા ન મળતાં ઘણા લોકો ગેરકાયદેસર રીતે યુએસમાં ઘૂસણખોરી કરતાં હોય છે. જાન્યુઆરી 2022માં ગાંધીનગરના ડિંગુચાનો એક પરિવાર આ રીતે ઘૂસણખોરી કરતાં ઠંડીમાં થીજી જતાં મરી ગયો હતો,જે બાદ છેલ્લા થોડા દિવસોથી અમેરિકા અને કેનેડાની પોલીસ ગુજરાત આવી છે અને આવા કેસોની તપાસ શરૂ કરાઇ છે.

આ બંને દેશોની ટીમે ગુજરાતમાંથી બનાવટી દસ્તાવેજોને આધારે અમેરિકા મોકલવાના સપના બતાવનારા વિઝા-ટ્રાવેલ એજન્સીના આપેલા નામોને આધારે ગુજરાત પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. થોડા દિવસોમાં આ અંગે મોટો પર્દાફાશ થઈ શકે છે.અમેરિકા-કેનેડાએ ભારતમાં આ પ્રકારે બનાવટી દસ્તાવેજોની ગેરકાનુની રીતે સરહદ પાર કરાવી આપતા એજન્ટો સામે સંયુક્ત તપાસ શરુ કરી છે.

અધિકારીઓની એક ટીમ હાલ અમદાવાદમાં છે, તેઓએ પોતાનું રોકાણ બે દિવસ લંબાવ્યું છે, ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓને લેભાગું એજન્ટોની એક યાદી આપી છે.આ તમામ અમેરિકામાં ગેરકાનુની રીતે ઘૂસેલા કે ઘુસવાનો પ્રયાસ કરનાર અને જયાં ઝડપાઈ ગયા હતા, તેઓની તપાસના આધારે તૈયાર કરવામાં આવી છે. મુખ્યત્વે મહેસાણા અને તેની આસપાસના ડઝનેક એજન્ટોના નામ છે.

  • યાદીમાં સામેલ એજન્ટોના નામ નથી કરાયા જાહેર
  • બોગસ ડોક્યૂમેન્ટને આધારે અમદાવાદના પરિવારની ગેરકાયદે ઘૂસણખોરી કરાવવા માંગતા મહેસાણાના બાપ-દીકરા એજન્ટની ધરપકડ

જો કે આ યાદી જાહેર કરવામાં આવી હતી પણ સ્થાનિક તપાસના આધારે અગાઉ પોલીસની તપાસ હેઠળ આવી ગયેલા મહેસાણાના બે એજન્ટ હર્ષ પટેલ તથા તેના પુત્ર હાર્દીક પટેલની ધરપકડ થઈ છે.તેઓ કડીમાં વિઝા કન્સલ્ટન્સી ચલાવતા હતા. તેઓ અમદાવાદના વસ્ત્રાલ અને નિકોલના ચાર કુટુંબને જેઓ અમેરિકામાં વસવા માંગતા હતા તેમના પાસપોર્ટ લીધા હતા અને બોગસ ડોકયુમેન્ટને આધારે અમેરિકામાં ઘૂસણખોરી કરાવવાની ફિરાકમાં હતા.

ઉપરાંત ગુજરાત પોલીસની એક ટીમ દિલ્હીમાં છે. જે વિદેશ મંત્રાલય મારફત કેનેડા, અમેરિકા, નાઈઝેરીયા, મેક્સિકોના સતાવાળાઓ સાથે સંપર્કમાં છે, તેમાં પણ કેટલાક એજન્ટોના નામ સામે આવ્યાં છે તેમના પર પણ ગાળીયો ભીંસવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch