ભાજપની તમામ સીટ પર 5 લાખની લીડની વાતો પોકળ સાબિત થઈ
કોંગ્રેસે એક બેઠક પર જીત મેળવીને ભાજપનો નશો ઉતાર્યો
શંકર ચૌધરી હાલ વિધાનસભા અધ્યક્ષ છે, બનાસકાંઠાની હાર માટે તેમના પર ફોડાયું ઠીકરું
Banaskantha Lok Sabha Result: ગુજરાતમાં ભાજપે 26માંથી 25 બેઠક જીતતા હેટ્રિક થઈ શકી ન હતી. બનાસકાંઠા સીટ પરથી કોંગ્રેસે ગેનીબેન ઠાકોરે ભાજપે ડો.રેખાબેન ચૌધરીને ટિકિટ આપી હતી. રેખાબેન સામે સ્થાનિક સ્તરેથી જ વિરોધ હતો. રેખાબેન ચૌધરીને બદલવાની માંગ ઉગ્ર બનતાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ ભાજપ પ્રમુખ પાટીલ સાથે બેઠક કરી હતી. શંકર ચૌધરીને ઉમેદવાર યથાવત રાખવાની જીદ સામે પાટીલે નમતુ જોખ્યુ હતું. જેના કારણે સ્થાનિક નેતાઓની રજૂઆતને ધ્યાને લેવામાં આવી ન હતી. આખરે ગેનીબેન ઠાકોરે ભાજપના ગઢમાં ગાબડુ પાડયુ હતું. જો રેખાબેન ચૌધરીને બદલવામાં આવ્યાં હોત તો કદાચ ભાજપનુ ક્લીન સ્વિપનું સપનું સાકાર થયુ હોત. આમ, હવે જયારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીની હાર થઈ છે ત્યારે ભાજપના જ સ્થાનિક નેતાઓ શંકર ચૌધરીને માથે ઠીકરું ફોડી રહ્યાં છે.
લોકસભા ચૂંટણીમાં ગુજરાતમાં ઉમેદવારો જાહેર થયા ત્યારથી કેટલીક સીટો પર વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. સ્થાનિક નેતાઓના રોષના કારણે ભાજપે સાબરકાંઠા અને વડોદરામાં ઉમેદવારો બદલ્યાં હતા. પરંતુ બનાસકાંઠામાં ઉમેદવાર બદલવામાં ન આવતાં અને મહિલા સામે મહિલાને જ મેદાનમાં ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેના કારણે ભાજપે આ સીટ ગુમાવી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
મોંઘવારીથી પીસાતી જનતાને વધુ એક ફટકો, ગુજરાત એસટીએ ભાડમાં 10 ટકાનો કર્યો વધારો - Gujarat Post | 2025-03-28 20:28:00
ગુજરાત હાઈકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામના 3 મહિનાના જામીન મંજૂર કર્યા- Gujarat Post | 2025-03-28 20:22:31
Acb ટ્રેપઃ અનાર્મ હેડ કોન્સ્ટેબલ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2025-03-28 15:40:32
મ્યાનમારમાં જોરદાર ભૂકંપના આંચકા, 7.7ની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ | 2025-03-28 14:06:31
અમદાવાદના ચાંદખેડામાં કાર એએમટીએસ પાછળ ઘૂસી ગઈ, એક વ્યક્તિનુ મોત- Gujarat Post | 2025-03-28 13:22:48
સૌથી મજબૂત, ટકાઉ અને વોટરપ્રૂફ સ્માર્ટફોન OPPO F29 Series નું ગુજરાતમાં વેચાણ શરૂ, ગ્રાહકો દ્વારા જબરો પ્રતિસાદ | 2025-03-28 18:18:26
CBI અને ED ના એક સાથે દરોડા, છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને IPS અધિકારીના ઘરે કાર્યવાહી | 2025-03-26 11:52:48
અલ્પેશ ઢોલરિયાના નિવેદન પર વરુણ પટેલનો કટાક્ષ, કહ્યું- બાપ સમાન કોને માનવા તે દરેકનો વ્યક્તિગત નિર્ણય | 2025-03-25 14:16:51
પેટા ચૂંટણીઃ આમ આદમી પાર્ટીએ વિસાવદર વિધાનસભા બેઠક માટે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કર્યુ- Gujarat Post | 2025-03-23 20:04:11
પાયલ ગોટી વિવાદ મામલે પ્રતાપ દુધાતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો, કહ્યું ગુજરાતમાં દિકરીઓ અસલામત | 2025-03-21 15:32:54
રાહુલ ગાંધી ઘોડા અને ગધેડાનો ફરક નથી જાણતાઃ મોઢવાડિયાના નિવદેનથી કૉંગ્રેસના નેતાઓ ચોંકી ગયા- Gujarat Post | 2025-03-19 12:11:37
હાથરસ દુ્ર્ઘટના: કોઈનું હાડકું તૂટ્યું, કોઈનું લીવર ખરાબ થવાથી તો કેટલાકના ફેફસા ફાટવાથી મોત થયા, પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો | 2024-07-04 09:06:05
ગૃહ, સંરક્ષણ, રેલ્વે અને કૃષિ ? જાણો મોદી કેબિનેટમાં કોને મળ્યાં આ મોટા મંત્રાલયો | 2024-06-10 20:16:01
ત્રીજી વખત વડાપ્રધાન બનતા જ મોદીને ચીને આપ્યાં અભિનંદન, કહ્યું- ભારત સાથે સંબંધો મજબૂત કરશે | 2024-06-10 09:26:06
બે વખત મેયર રહ્યાં બાદ મોદી 3.0માં પહેલીવાર સાંસદમાંથી સીધા મંત્રી બન્યાં, જાણો કોણ છે નિમુબેન બાંભણીયા | 2024-06-10 09:04:45
IND vs PAK: ન્યૂયોર્કમાં લહેરાવ્યો તિરંગો, ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને હરાવીને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ | 2024-06-10 07:33:33