Thu,25 April 2024,10:08 am
Print
header

Balasore Train Accident: ગુજરાત ભાજપે કાર્યક્રમો કર્યા સ્થગિત, બચી ગયેલા મુસાફરે કહી રૂંવાડા ઉભી કરી દે તેવી વાત- Gujarat Post

અમદાવાદઃ શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ શુક્રવારે સાંજે ઓડિશાના બાલાસોરમાં લૂપ ટ્રેક પર ઉભેલી માલગાડી સાથે અથડાઈ અને પાટા પરથી ઉતરેલી બોગી બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ સાથે અથડાઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 233 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 1000થી વધુ લોકો ઘાયલ થયા છે. ઓડિશામાં બનેલી દુખદ દુર્ઘટના પગલે ગુજરાત ભાજપે કેન્દ્રમાં મોદી સરકારના નવ વર્ષ પૂરા કર્યાં છે તેની ઉજવણીના તથા ગુજરાત ભાજપના બીજા કાર્યક્રમો આજના દિવસ પૂરતા સ્થગિત કર્યાં છે.

સોશિયલ મીડિયા પર અકસ્માતમાં બચી ગયેલા એક મુસાફર દ્વારા વર્ણવવામાં આવેલી સ્થિતિ હ્રદયદ્રાવક છે. અકસ્માત બાદ અનેક પરિવારો વેરવિખેર થઈ ગયા છે. લોહીના ખાબોચિયાઓ વચ્ચે લોકોની ચીસો સંભળાતી હતી. ચારેબાજુ માત્ર લોહીથી લથપથ અને ખંડિત મૃતદેહો જ દેખાયા છે. કોલકાતાથી લગભગ 250 કિમી દક્ષિણે અને ભુવનેશ્વરથી 170 કિમી ઉત્તરમાં બાલાસોર જિલ્લાના બહાનાગા બજાર સ્ટેશન પાસે શુક્રવારે સાંજે 7 વાગ્યાની આસપાસ ટ્રેન અકસ્માત થયો હતો.

અનુભવ દાસ નામના વ્યક્તિએ પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ઘટના શેર કરી છે. તેણે લખ્યું બે ટ્રેનો સિવાય એક માલગાડી પણ દુર્ઘટનામાં સામેલ હતી. આ ભયાનક અકસ્માતમાં બેંગલુરુ-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસના ત્રણ જનરલ ક્લાસ કોચ પણ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત અને પાટા પરથી ઉતરી ગયા હતા. આ સિવાય કોરોમંડલ એક્સપ્રેસના જનરલ, સ્લીપર, એસી 3 ટાયર અને એસી 2 ટાયર સહિત 13 કોચ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયા છે. દાસે દાવો કર્યો છે કે તેણે આ ભયાનક દ્રશ્ય પોતાની આંખોથી જોયું છે જેમાં ઓછામાં ઓછા 200 થી 250 લોકોના મોત થયા હશે.

સ્થાનિકોએ કહ્યું કે અમે પહોંચ્યા ત્યારે સ્ટીલના વિખેરાયેલા ઢગલા સિવાય બીજું કંઈ બચ્યું ન હતું. લોકોને મદદ કરવા માટે અમારે કપાયેલા અંગો પર ચાલવું પડ્યું. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લાના બેરહામપુરનો રહેવાસી પીયુષ પોદ્દાર કામ માટે કોરોમંડલ એક્સપ્રેસમાં તમિલનાડુ જઈ રહ્યો હતો, ત્યારે આ અકસ્માત થયો હતો. તેણે કહ્યું, 'અમને એક આંચકો લાગ્યો અને અચાનક અમે જોયું કે ટ્રેનની બોગી એક તરફ વળી રહી છે. અમારામાંથી ઘણા લોકો પાટા પરથી ઉતરી જવાના આંચકાથી ડબ્બાની બહાર ફેંકાઈ ગયા હતા. જ્યારે અમે બહાર નીકળવામાં સફળ થયા, ત્યારે અમને ચારે બાજુ મૃતદેહો પડેલા જોવા મળ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch