Sat,04 May 2024,9:32 pm
Print
header

કોંગ્રેસના નેતાઓ સામે રોષ...કર્ણાટક વિધાનસભામાં પાકિસ્તાન ઝીંદાબાદના નારા લગાવ્યાં હોવાનો ભાજપનો દાવો- Gujarat Post

બેંગ્લુરુઃ કર્ણાટક રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત બાદ પાકિસ્તાન તરફી નારા લાગ્યા હોવાનો દાવો છે. ભાજપે આ મામલે કોંગ્રેસ પર પ્રહારો કર્યાં છે અને સ્પષ્ટતાની માંગ કરી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. આવી સ્થિતિમાં રાજ્યસભાના સાંસદ નસીર હુસૈને એક વીડિયો જાહેર કરીને ખુલાસો કર્યો છે. તેમનું કહેવું છે કે જ્યાં સુધી તેઓ હાજર હતા ત્યાં સુધી આવા કોઈ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યાં ન હતા, જો આવું થયું છે તો આ કેસની તપાસ કરવામાં આવશે.

કર્ણાટક ભાજપ દ્વારા સૈયદ નસીર હુસૈન અને તેમના સમર્થકો વિરુદ્ધ પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર કરવા બદલ દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર કર્ણાટકના મંત્રી પ્રિયંક ખડગેએ કહ્યું, ઓડિયોમાં તે ખૂબ જ સ્પષ્ટ છે કે તેઓએ નસીર હુસૈન અને સૈયદ સાહબ ઝિંદાબાદ કહ્યું છે. પાર્ટીએ ઓડિયો ફોરેન્સિક ચેક કરાવ્યું છે અને જાણવા મળ્યું છે કે એવું કંઈ નથી.   

કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું, અમે એફએસએલને વૉઇસ રિપોર્ટ મોકલી દીધો છે. જો કોઈએ 'પાકિસ્તાન ઝિંદાબાદ' ના નારા લગાવ્યાં છે અને તે સાચું હશે તો જે તે વ્યક્તિને સખત સજા કરવામાં આવશે.

કર્ણાટકની ચાર બેઠકો પર મંગળવારે યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસને ત્રણ બેઠકો મળી છે, એક બેઠક ભાજપના ખાતામાં ગઈ છે. કર્ણાટકમાં કોંગ્રેસના ત્રણ ઉમેદવારો અજય માકન, ડૉ. સૈયદ નસીર હુસૈન અને જીસી ચંદ્રશેખર અનુક્રમે 47, 46 અને 46 મતોથી જીત્યાં હતા. જો કે હવે જીતની ઉજવણીને લઈને હોબાળો મચી ગયો છે. ભાજપે એક વીડિયો શેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્યસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી તરત જ સૈયદ નસીર હુસૈનના સમર્થકોને વિધાનસભાની અંદર 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવતા સાંભળવામાં આવ્યા છે.

ભાજપે મંગળવારે મોડી રાત્રે હુસૈન વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને  કોંગ્રેસ નેતા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહીની માંગ કરી હતી.

 

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch