Fri,26 April 2024,8:50 am
Print
header

મૌલાનાએ કહ્યું રામમંદિર તોડીને ફરી મસ્જીદ બનાવીશું, સુપ્રીમના ચૂકાદાને પણ નથી માનતા કટ્ટરવાદીઓ

અયોધ્યાઃ સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી અયોધ્યામાં રામમંદિરનું ભૂમિપૂજન કરાયું છે, પીએમ મોદીએ એક દિવસ પહેલા જ રામ મંદિરની ઇંટ મુકી છે. હવે દેશનું વાતાવરણ ખરાબ કરવા કેટલાક કટ્ટર લોકો કામ કરી રહ્યાં છે. ઓલ ઇન્ડિયા ઇમામ એસોસીએશનના અધ્યક્ષ સાજિદ રશીદીએ દેશનું સામાજિક વાતાવરણ ખરાબ કરવાનો પ્રયાસ કરતા ભડકાઉ નિવેદન આપ્યું છે, કહી દીધું છે કે ભલે રામમંદિર બને પરંતુ અમે ફરીથી તે જગ્યાએ મંદિર તોડીને મસ્જીદ બનાવી દઇશું. ત્યાં બાબરી મસ્જીદ હતી અને રહેશે.તેમને પીએમ મોદીને પણ પૂજા કરવા બદલ ગેરજવાબદાર વ્યક્તિ ગણાવ્યાં છે.

અગાઉ ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે પણ લોકોને ભડકાવ્યાં હતા.અહીં બાબરી મસ્જીદ જ રહેશે તેવું ગેરજવાબદાર નિવેદન આપ્યું હતુ. ઉપરાંત હૈદરાબાદના સાંસદ અસરૂદ્દીન ઓવૈસીએ પણ લોકોને ભડકાવવાનું કામ કર્યું છે, આ બધા લોકો ભારતની સુપ્રીમ કોર્ટનો નિર્ણય માનવા પણ તૈયાર નથી, કારણ કે રામમંદિર બનાવવાનો નિર્ણય સુપ્રીમે કર્યો હતો અને હવે કેટલાક બેજવાબદાર લોકો જનતાને ઉશ્કેરવાનું કામ કરી રહ્યાં છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch