Fri,26 April 2024,11:12 pm
Print
header

અંકિતાનો અંતિમ ઓડિયો આવ્યો સામે, રડતા-રડતા સ્ટાફ પાસે કરી હતી આ માંગ- Gujaratpost

ઉત્તરાખંડઃ અંકિતા હત્યાકાંડથી લોકોમાં આક્રોશ છે.ઉત્તરાખંડમાં આ હત્યા સામે લોકો રસ્તાઓ પર ઉતર્યા છે. હવે આ કેસમાં એક ઓડિયો ક્લિપ સામે આવી છે. જેમાં અંકિતા રિસોર્ટના સ્ટાફ સાથે ફોન પર વાત કરી રહી છે. ઓડિયોમાં અંકિતા રડી રહી છે અને પોતાની બેગ રસ્તા પર રાખવાની વાત કરી રહી છે.

અંકિતા હત્યા કેસમાં ઓડિયો વાયરલ

અંકિતા ભંડારી પહેલાથી જ એક શેફ સાથે ફોન પર વાત કરી રહી છે. તેમાં તે રડી રહી છે. કહી રહી છે કે મારી બેગ રસ્તા પર રાખો. બાદમાં જ્યારે રસોઇયો અંકિતાની બેગ ત્યાં લઈ ગયો ત્યારે તે ત્યાં ન હતી. આ ફોન કોલમાં અંકિતા ડરેલી હતી. રિસોર્ટના રસોઈયા મનવીર સિંહ ચૌહાણ કહે છે કે તે ફોન પર ખૂબ જ ડરી ગયેલી હતી. આ ઓડિયો ઈન્ટરનેટ પર  વાયરલ થઈ રહ્યો છે.

આરોપી પુલકિત આર્યના પિતાએ શું કહ્યું ?

પુલકિત આર્યના પિતાનું કહેવું છે કે તેમનો દીકરો સીધો છે, તેને ફક્ત પોતાના કામની જ ચિંતા છે. પરંતુ અહીં તો પુલકિતની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે પોલીસે વધુ બે લોકોની ધરપકડ કરી છે. પુલકિત રિસોર્ટનો માલિક છે જેમાં અંકિતા રિસેપ્શનિસ્ટ હતી અને બાદમાં તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યાં

આ મામલો સામે આવ્યાં બાદ વિનોદ આર્ય અને આરોપીના ભાઈ અંકિત આર્યને ભાજપે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યાં છે.વિનોદ આર્ય હરિદ્વારના ભાજપ નેતા હતા.

શું છે સમગ્ર મામલો

અંકિતા 18-19 સપ્ટેમ્બરથી ગુમ થઈ હતી.તે પૌરી ગઢવાલ જિલ્લાના યમકેશ્વર વિસ્તાર રિસોર્ટમાં રિસેપ્શનિસ્ટ હતી.તેના ગુમ થયા બાદ પોલીસ એક્શનમાં આવી હતી અનેે તેનો મૃતદેહ મળી આવ્યો હતો.આ કેસમાં પુલકિત સહિત બે લોકોની ધરપકડ કરવામાં આવી છે.લોકોમાં પણ આ ઘટના બાદ રોષ વ્યાપી ગયો છે, એક માસૂમને વેશ્યાવૃતિમાં ધકેલવા માટે દબાણ કરાતું હતુ પરંતુ તેને ના પાડી દેતા તેની હત્યા કરી નાખવામાં આવી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch