Fri,26 April 2024,7:04 pm
Print
header

ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા, અમૂલના નવા મિલ્ક પાઉડર પ્લાન્ટ્સનું કરશે ઉદ્ધાટન

અમદાવાદ: કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહનું અમદાવાદ એરપોર્ટ ખાતે આગમન થયું છે.  તેઓ રવિવારે ગાંધીનગર ખાતે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના નવા દૂધ પાઉડર પ્લાન્ટ પોલિ ફિલ્મ ઉત્પાદન પ્લાન્ટ તથા અન્ય પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કરશે. ડેરી દ્વારા આ ચાર પ્રોજેક્ટ્સમાં રૂ. 415 કરોડનું રોકાણ કરાયું છે. આ નવો દૂધ પાઉડર પ્લાન્ટ એશિયાની સૌથી મોટી સંપૂર્ણ ઓટોમેટિક  ડેરી ખાતે સ્થાપવામાં આવેલ છે જે જીસીએમએમએફનું એકમ છે, તેની મિલ્ક હેન્ડલિંગ ક્ષમતા દૈનિક 50 લાખ લિટરની છે. દૈનિક 150 ટનની ક્ષમતા ધરાવતો નવો અલ્ટ્રા-મોડર્ન મિલ્ક પાવડર પ્લાન્ટ સ્થાપિત કરી ડેરીની ક્ષમતા દૈનિક 35 લાખ લિટરથી વધારીને 50 લાખ લિટર કરવામાં આવી છે.

નવો પ્લાન્ટ 24 કલાક કાર્યરત રહે તે રીતે રૂ. 257 કરોડ રૂપિયાના રોકાણથી બનાવવામાં આવ્યો છે. બે વર્ષના સમયગાળામાં તૈયાર થયેલો આ પ્લાન્ટ અત્યંત ઊર્જા-કાર્યક્ષમ ટેકનોલોજીથી સુસજ્જ છે, તેમાં ઉત્સર્જનની માત્રા લગભગ નહિવત હશે. આ પ્લાન્ટમાં પાણીના પુનઃવપરાશની વ્યવસ્થા છે જેથી ભૂગર્ભ જળના વપરાશમાં ઘટાડો થશે. વધુમાં, આ પ્લાન્ટ વૈશ્વિક ખાદ્ય સુરક્ષા ધોરણોની જરૂરિયાતોને પુરી કરી કરશે અને સુરક્ષા પ્રણાલીઓના ઉચ્ચતમ સ્તરથી સુસજ્જ પણ છે. ઉપરાંત આ પ્લાન્ટમાં નવીનતમ પેકિંગ લાઇનો છે તેમજ જથ્થાબંધ પેકિંગ લાઇન્સનું સંપૂર્ણ ઓટોમેટિક સંચાલન થશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch