Sat,27 July 2024,2:56 pm
Print
header

NDA ની ખીચડી સરકાર બનતા પહેલા વિવાદ શરૂ, એનસીપીના અજીત પવારે કહ્યું રાજ્યમંત્રીનું પદ નથી જોઇતું

નવી દિલ્હીઃ મોદી સરકારની શપથવિધી પહેલા જ તેમના એનડીએના સાથી અજીત પવાર એનસીપીએ નારાજગી વ્યક્ત કરી છે. પ્રફુલ પટેલ અને અજીત પવારે કહ્યું છે કે એનડીએમાં તેમને રાજ્યમંત્રીનું પદ આપવાની ઓફર થઇ છે, જે અમને મંજૂર નથી. અમને પણ શિંદે શિવસેનાની જેમ પદ મળવું જોઇએ.

પ્રફુલ પટેલે વિવાદ પર કહી આ વાત

NCP નેતા પ્રફુલ્લ પટેલે કહ્યું કે,અમને સ્વતંત્ર હવાલાવાળા રાજ્યમંત્રી પદની માહિતી મળી છે, પરંતુ હું ભારત સરકારનો કેબિનેટ મંત્રી રહી ચૂક્યો છું. અમે ખુશ છીએ કે તેઓએ અમને આ વાતની જાણ કરી, પરંતુ તે પદ લેવું અમારા માટે થોડું મુશ્કેલ છે. જો કે તેમને એમ પણ કહ્યું કે ભાજપ અને અમારા વચ્ચે કોઈ મતભેદ નથી.

મોદી સરકારે જેડીયુ અને ટીડીપી જેવી પાર્ટીઓને કેબિનેટ કક્ષાના સારા મંત્રીપદ આપવા પડે તેવી સ્થિતી છે, જેથી એનડીએમાં આવા વિવાદ થોડા થોડા સમયે આવશે તે નક્કિ છે, મોદી પહેલી વખત જ ખીચડી સરકારનો ભાગ બની રહ્યાં છે, અગાઉની સરકારોમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ હતી, હવે મોદી માટે પણ મુશ્કેલ સમય દેખાઇ રહ્યો છે, નીતિશ કુમાર અને ચંદ્રબાબુ નાયડુ જેવા હોશિયાળ રાજનેતાઓ ગમે ત્યારે મોદી પર દબાણ ઉભું કરી શકે છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch