Sat,27 April 2024,8:13 am
Print
header

અમદાવાદમાં પ્લાસ્ટિક કે કાગળના કપમાં ચા આપવા પર પ્રતિબંધ- Gujarat Post

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ તાત્કાલિક અસરથી પ્લાસ્ટિક અને કાગળના કપ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ અંગે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડિરેકટર હર્ષદ સોલંકીએ કહ્યું કે એક દિવસના 20 લાખથી વધુ પ્લાસ્ટિક અને કાગળના કપ કચરામાં આવતા હોવાથી આ નિર્ણય કરાયો છે. આ કપ અનેક વખત કેચપીટમાં ફસાતા હોવાના કારણે નિર્ણય લેવામાં આવ્યો છે.

ચા-કોફી વેચતા લોકોએ હવેથી માટી અથવા કાચના કપમાં જ ચા આપવી પડશે. જો પ્લાસ્ટિક કે કાગળના કપમાં ચાનું વિતરણ કરતાં પકડાશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનનું કહેવું છે કે, પેપર કપમાં અંદર લગાવાતું પડ આરોગ્ય માટે જોખમી છે. સાથે જ કીટલી પર ચા માટે વપરાતા પેપર કપથી કચરો ફેલાય છે. જે સ્થળો પર કચરો વધારે ઉત્પન્ન થતો હોય તેવા સ્થળોનો સર્વે કરાયો હતો. જેમાં પેપર કપના કારણે વધુ કચરો થતો હોવાનું સામે આવ્યું હતુ.

આગામી દિવસોમાં કોર્પોરેશનની ટીમ શહેરભરમાં આવેલી કીટલીઓ પર તપાસ હાથ ધરશે, દરમિયાન પેપર કપનો ઉપયોગ થતો જણાશે તો જે તે વ્યક્તિ સામે કાર્યવાહી કરવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch