Sun,05 May 2024,7:30 pm
Print
header

અધિકારી બની ગયા સ્મગલર...! DRI એ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી 1.50 કિલો સોનું ઝડપી પાડ્યું, CGSTના અધિકારી દુબઇથી લાવ્યાં હતા સોનું !

(ફાઇલ ફોટો)

ખુદ એક અધિકારી જ બની ગયા સ્મગલર !

સોનાની દાણચોરીમાં કરાઇ ધરપકડ, બાદમાં જામીન પર છૂટકારો

અંદાજે 86 લાખ રૂપિયાનું સોનું કરાયું જપ્ત

અમદાવાદઃ ફરી એક વખત ડીઆરઆઇ (ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂં ઇન્ટેલિજન્સ) ને સોનાની દાણચોરીના કેસમાં સફળતા મળી છે, જો કે આ વખતે આ દાણચોરી કરનાર કોઇ સામાન્ય વ્યક્તિ નથી, પરંતુ એક અધિકારી છે,સીજીએસટીના અધિકારી અનુપ ચોરસિયા દુબઇની ફ્લાઇટમાં અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા અને તેમને દોઢ કિલો સોનું એક કર્મચારીને આપીને એરપોર્ટ બહાર કાઢવા કહ્યું હતુ, જો કે તે કર્મચારી ડીઆરઆઈની ટીમના હાથે ઝડપાઇ ગયો હતો,બાદમાં તેને પૂછપરછમાં એક અધિકારીનું સોનું હોવાનું કહ્યું હતુ અને ડીઆરઆઈની ટીમે આ અધિકારીની અદાણી શાંતિગ્રામમાં આવેલા તેના ઘરેથી ધરપકડ કરી હતી. કદાચ આ અધિકારીને એમ હશે કે મારું કોઇ કંઇ બગાડી શકશે નહીં અને આ સોનું એરપોર્ટની બહાર નીકળી જશે.

આ અધિકારી અગાઉ એરપોર્ટ કસ્ટમમાં સુપ્રિટેન્ડન્ટ હતા

પંરતુ અહી તો (DRI) ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂં ઇન્ટેલિજન્સની ટીમ તૈયાર જ હતી અને આ અધિકારીએ આ સોનું અન્ય કોઇ વ્યક્તિને બહાર કાઢવા આપ્યું હતુ,પરંતુ તે પકડાઇ જતા જ સોનું લઇ જનારા વ્યક્તિ અને અધિકારીની ધરપકડ કરી લેેવામાં આવી હતી. હાલમાં તેમની પૂછપરછ થઇ રહી છે. તેમને અન્ય કોઇ અધિકારી મદદ કરી રહ્યાં હતા કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરાઇ છે. જો કે પકડાયેલા ત્રણેય આરોપીઓને જામીન મળી ગયા હતા. બે આરોપીઓએ સોનું બહાર કાઢવા અધિકારીને મદદ કરી હતી.

નોંધનિય છે કે અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ અને ડીઆરઆઇ દ્વારા અનેક ઓપરેશન પાર પાડીને સોનાના સ્મગલિંગને રોકવાના પ્રયાસ થઇ રહ્યાં છે, જો કે દુબઇથી હજુ પણ અનેક લોકો સોનું લઇને આવે છે, કેટલાક વેપારીઓ કેરિયર મોકલીને અહીંથી સોનાની દાણચોરી કરી રહ્યાં છે.

દાણચોરો સામે કસ્ટમ અને ડીઆરઆઇ એક પછી એક મોટી કાર્યવાહી કરી રહ્યાં છે, ખાસ કરીને ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચેકિંગ સઘન બનાવવામાં આવ્યું છે અને દુબઇ જેવા દેશોમાંથી સોનું લઇને આવતા સ્મગલર્સ સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા એજન્સીઓની સતર્કતાને કારણે કરોડો રૂપિયાનું ગેરકાયદેસર રીતે લાવવામાં આવતું સોનું જપ્ત કરવામાં આવી રહ્યું છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch