Sat,27 April 2024,5:08 am
Print
header

રક્ષામંત્રી રાજનાથ સિંહે કરી અગ્નિપથ યોજનાની જાહેરાત, સેનામાં થશે ભરતી- Gujarat post

ભારતીય સેનાની ત્રણેય શાખાઓ- આર્મી, નેવી અને વાયુ સેનામાં યુવાનોની મોટી સંખ્યામાં ભરતી

સરકારે તેમના ખર્ચમાં ઘટાડો કરવા માટે અને ડિફેન્સ ફોર્સમાં યુવાનોની સંખ્યા વધારવા આ સ્કીમ રજૂ કરી

નવી દિલ્હીઃ રક્ષામંત્રી રાજનાથ સિંહે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી છે. જે અંર્તગત સેનામાં મોટાપાયે ભરતી કરવામાં આવશે. આ ભરતી 4 વર્ષના કાર્યકાળ માટે કરવામાં આવશે. ભારતીય સેનાની ત્રણેય શાખાઓ- આર્મી, નેવી અને એરફોર્સમાં યુવાનોની ભરતી કરવા નવી સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત યુવકોને માત્ર ચાર વર્ષ માટે ડિફેન્સ ફોર્સમાં સેવા આપવાની રહેશે. બાદમાં પણ તેમના માટે રોજગારીના દરવાજા ખુલ્લા રહેશે, રક્ષામંત્રી રાજનાથ સિંહની સાથે ત્રણેય સેના અધ્યક્ષોએ પ્રેસ કોન્ફરન્સમાં આ જાહેરાત છે. પહેલી ભરતી 90 દિવસમાં કરાશે.  સરકારે તેમના ખર્ચમાં ઘટાડો કરવા માટે અને ડિફેન્સ ફોર્સમાં યુવાનોની સંખ્યા વધારવા માટે આ સ્કીમ રજૂ કરી છે.

દર વર્ષે અંદાજે 45 હજાર યુવકોને સેનામાં સામેલ કરવામાં આવશે. આ યુવાનોની ઉંમર 17.5 થી 21 વર્ષની વચ્ચેની હોવી જોઈએ. તેમને 4 વર્ષ માટે સેનામાં સેવા આપવાનો મોકો આપવામાં આવશે. આ 4 વર્ષમાંથી 6 મહિના સૈનિકની બેઝિક ટ્રેનિંગ આપવામાં આવશે. સૈનિકોને 30 હજારથી 40 હજાર વચ્ચેની સેલરી આપવામાં આવશે. તેમને ત્રણેય સેનાઓના સ્થાયી સૈનિકોની જેમ જ અવોર્ડ, મેડલ અને ઈન્સ્યોરન્સ કવર આપવામાં આવશે. ઈન્સ્યોરન્સ કવર 44 લાખ રૂપિયા સુધીનું હશે.

4 વર્ષ પૂરા થયા પછી માત્ર 25% અગ્નિવીરોની સ્થાયી કેડરમાં ભરતી કરવામાં આવશે. જે સૈનિક 4 વર્ષ પછી પણ સેનામાં કામ કરવા ઈચ્છતા હશે તેમને મેરિટ અને મેડિકલ ફિટનેસને આધારે મોકો આપવામાં આવશે. જે સૈનિક સ્થાયી કેડર માટે પસંદ થશે તેમને 15 વર્ષનો કાર્યકાળ પૂરો કરવો પડશે. પ્રાથમિક 4 વર્ષના કોન્ટ્રાક્ટમાં તેમને પેન્શન મળશે નહીં. જે 75% અગ્નિવીર આ સ્કીમમાંથી બહાર નીકળી જશે તેમને સેવાનિધિ પેકેજ આપવામાં આવશે. તે રૂપિયા 11થી 12 લાખનું પેકેજ અગ્નિવીરના મંથલી કોન્ટ્રીબ્યૂશનથી ફંડ કરવામાં આવશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch