Fri,26 April 2024,7:44 pm
Print
header

મહિલાઓના વિરોધ પ્રદર્શનથી ગભરાયું તાલિબાન, જાહેર કર્યો નવો ફતવો

કાબૂલઃ તાલિબાને અફઘાનિસ્તાન પર કબ્જો કર્યાં બાદ તેમના મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યાં છે. તેની સામે મહિલાઓના પ્રદર્શનનો સિલસિલો ચાલુ જ છે. જેનાથી ગભરાયેલા તાલિબાને હવે આ પ્રદર્શનો પર સકંજો કસવાની તૈયારી કરી છે. તાલિબાને નવું ફરમાન જાહેર કર્યું છે. જે મુજબ હવે મહિલાઓએ કોઇ પણ પ્રદર્શન કરતા પહેલા મંજૂરી લેવી પડશે. મહિલાઓ સતત તાલિબાન સામે વિરોધ પ્રદર્શન કરી રહી છે.

તાલિબાને પ્રદર્શન રોકવા માટે અનેક નિયમો બનાવ્યાં છે. જે અંતર્ગત હવે પ્રદર્શન કરતાં પહેલા કાયદા મંત્રાલયની મંજૂરી લેવી પડશે. સ્થાનિક અખબાર પઝવોક ન્યૂઝના અહેવાલ પ્રમાણે મંત્રાલયને પ્રદર્શનનો ઉદ્દેશ, સ્લોગન, સ્થાન, સમય સહિતની જાણકારી આપવી પડશે.ઉપરાંત 24 કલાક પહેલા સુરક્ષા એજન્સીઓને પણ પ્રદર્શન અંગે સરકારને માહિતી આપવી પડશે. તાલિબાન સામે દેશમાં સતત વધી રહેલા પ્રદર્શન બાદ આ ફેંસલો લેવાયો છે. તાલિબાનના આ પગલાંથી અનેક દેશો નારાજ થઈ શકે છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાન સામે ઉઠી રહેલા અવાજને દબાવવા તાલિબાન યોદ્ધા કંઈ પણ કરી શકે છે. અહીંયા મહિલાઓ સામે તાલિબાનનું વલણ દિન પ્રતિદન બગડી રહ્યું છે. જેનું ઉદાહરણ બુધવારે જોવા મળ્યું હતું. અફઘાનિસ્તાનના વિવિદ વિસ્તારમાં મહિલા પ્રતિનિધિત્વ તથા અધિકારો માટે રેલી કાઢી રહેલી મહિલાઓ પર તાલિબાનોએ હુમલો કર્યો હતો.ઘણી મહિલાઓને માર માર્યો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch