Fri,26 April 2024,6:50 am
Print
header

તાલિબાન રાજઃ વિદેશ મંત્રાલયના 80 ટકા કર્મચારીઓ દૂતાવાસોમાંથી ભાગ્યા

કાબૂલઃઅફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના 80 ટકા કર્મચારીઓ દેશ છોડીને ભાગી ગયા છે. પરિણામે તાલિબાન માટે કૂટનીતિક બાબતે આગળ વધવું મુશ્કેલ થઈ રહ્યું છે. મોટાભાગના દૂતાવાસો સાથે તાલિબાનનો સંપર્ક કપાઈ ગયો છે. મંત્રાલયના એક પૂર્વ અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર મંત્રાલય ખાલી થઈ ગયું છે. કર્મચારીઓએ નોકરી છોડી દીધી છે અથવા દેશ છોડીને ભાગી ગયા છે.

અન્ય દેશોમાં અફઘાનિસ્તાનના દૂતાવાસ પણ બંધ થવાની તૈયારીમાં છે, દૂતાવાસોનો તાલિબાન સરકાર સાથે હજુ કોઈ સંપર્ક થયો નથી. ફ્રાંસ તથા જર્મની સહિત અનેક દૂતાવાસોમાં તૈનાત રાજદૂતોએ ત્યાં શરણ માંગ્યુ છે. ઘણા રાજદૂતો પૂર્વ મંત્રી હનીફ અતમાર તથા પૂર્વ ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહના સંપર્કમાં છે. પજવોક અફઘાન ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે કેટલાક દૂતાવાસ સ્વતંત્ર રીતે કાર્ય કરી રહ્યાં છે. તેમની રેવન્યૂ ક્યાંથી આવી રહી છે તેની કોઈ ખબર નથી. એક દૂતાવાસે તો કોઈ હિસાબ આપવાની જ ના પાડી દીધી છે. પાંચ દૂતાવાસ એવા છે, જે તાલિબાની મંત્રાલયની કોઈ વાતનો જવાબ નથી આપી રહ્યાં. પરિણામે કાર્યવાહક વિદેશ મંત્રી અમીર ખાન મુત્તકીએ રાજદૂતો સાથે યોજેલી વર્ચૂઅલ બેઠકને રદ્દ કરવી પડી હતી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch