Sat,27 April 2024,2:38 am
Print
header

રૂ. 2 લાખની લાંચ લેનારા આ મહિલા અધિકારીનું માથું શરમથી ઝુકી ગયું, શહેરા TDO ઝરીના અંસારી ACB ના હાથે ઝડપાયા

સરકારી પગાર ઓછો પડતો હોય તેમ લાખો રૂપિયાની લાંચ લીધી...અને ભવિષ્ય દાવ પર લાગી ગયું

પંચમહાલઃ એન્ટી કરપ્શન બ્યુરોએ શહેરાના તાલુકા વિકાસ અધિકારી કુમારી ઝરીના અંસારીને 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધા છે, પોતાનો સરકારી પગાર ઓછો પડી રહ્યો હોય તેમ આ મહિલા અધિકારીએ કોઇને દમ મારીને 2 લાખ રૂપિયા પડાવ્યાં અને એસીબીના છટકામાં ફસાઇ ગયા. તેમની સાથે બે કરાર આધારિત કર્મચારીઓ અને અન્ય કાયમી કર્મચારી એસીબીની ઝપેટમાં આવી ગયા છે. આ લાંચકાંડમાં સામેલ 4 લોકોને એસીબીએ ઝડપી લીધા છે.

આરોપીઓએ ફરિયાદીના બિલ પાસ કરવા માટે 4.45 લાખ રૂપિયાની લાંચ માંગી હતી જેમાં અંતે 2 લાખ રૂપિયા આપવા ફરિયાદી તૈયાર થયા હતા, પરંતુ તેમને એસીબીનો સંપર્ક કરીને આ સમગ્ર વાત જણાવી હતી, જે મુજબ એસીબીના અધિકારીઓએ છટકું ગોઠવીને આરોપીઓને શબક શીખવી દીધો છે.

ફરીયાદી સરકારની જુદી જુદી યોજનાઓમાં કોન્ટ્રાકટરનું કામ કરે છે. જેઓને મનરેગાનું ટેન્ડર મળ્યું હતુ, જે અંતગૅત શહેરા તાલુકામાં સરકારના મનરેગા યોજના હેઠળ ચાલતા રોડના, કુવાના તથા વોલના કામો માટે રો-મટીરીયલ્સ સપ્લાય કરેલું હતુ,જે પેટે તેમને તાલુકા પંચાયત કચેરી શહેરા ખાતેથી મનરેગા યોજના હેઠળ રૂપિયા ૨,૭૫,૦૦,૦૦૦/- તથા આર.આર.પી યોજના હેઠળ રૂપિયા ૧,૭૧,૦૦,૦૦૦/- ના બીલના ચેક મંજુર થયા હતા, જે આપવા માટે આ ચાર આરોપીઓએ મિલિભગત કરીને લાંચ માંગી હતી.

એસીબીમાં ઝડપાયેલા આરોપીઓના નામ 

1. હેમંત મફતભાઇ પ્રજાપતિ, હિસાબી સહાયક (કરાર આધારીત) તાલુકા પંચાયત કચેરી, શહેરા,પંચમહાલ (મનરેગા વિભાગ ) 

2. કિર્તીપાલ ઇન્દ્રસિંહ સોલંકી W.D.T એગ્રો(કરાર આધારીત),તાલુકા પંચાયત કચેરી શહેરા, પંચમહાલ

3. ઝરીના વસીમ અંસારી, તાલુકા વિકાસ અધિકારી, વર્ગ-2 તાલુકા પંચાયત શહેરા, પંચમહાલ

4. રીયાઝ રફીકભાઇ મનસુરી, અધિક મદદનીશ ઇજનેર (કરાર આધારિત) તાલુકા પંચાયત કચેરી શહેરા, પંચમહાલ 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch