Sat,27 April 2024,2:36 am
Print
header

ભાજપની ચિંતા વધશે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી વીજળી આંદોલન કરશે શરૂ- Gujarat post

15 જૂનથી ગુજરાતમાં વીજળી આંદોલન શરૂ થશે

મહાનગરોમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશનાં આગેવાનો જોડાશે

અમદાવાદઃ આમ આદમી પાર્ટીએ રાજ્યમાં શિક્ષણનો મુદ્દો ઉઠાવ્યાં પછી શિક્ષણ વ્યવસ્થા પર મોટી ઇમ્પેક્ટ ઉભી થઇ છે. ભાજપે આ મુદ્દે હવે ધ્યાન આપવું પડી રહ્યું છે. આમ આદમી પાર્ટી બીજા મુદ્દા તરફ આગળ વધી રહી છે. આપ નેતા ગોપાલ ઇટાલીયાએ કહ્યું કે જો કોઇ પણ સરકાર ઇમાનદાર હોય અને સરકારમાં  નિયત હોય તો લોકો માટે બધુ જ કરી શકે છે. તેનો દાખલો અમારી દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારનો છે.ફ્રી વીજળી આપીને મોટો દાખલો આપ્યો છે.અરવિંદ કેજરીવાલ દિલ્હી અને પંજાબમાં નિશુલ્ક વીજળી આપી શકે તો ગુજરાતની ભ્રષ્ટ ભાજપની સરકાર શા માટે લોકોના ખિસ્સા કાપે છે ? શા માટે વીજળીના નામે લોકોને લૂંટે છે ? આમ આદમી પાર્ટી હવે વીજળીનાં મુદ્દા પર આંદોલન કરવા જઇ રહી છે.તેમ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ સંબોધીને જણાવ્યું હતું.

ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે 15 જૂનથી ગુજરાતમાં વીજળી આંદોલન શરૂ થશે. જેમાં તમામ જિલ્લાઓનાં મુખ્ય મથકોએ પાર્ટીનાં આગેવાનો મીડિયા બ્રિફિંગ કરીને કલેક્ટરને આવેદન પત્ર આપશે. આ સાથે રજૂઆત કરશે કે ગુજરાતમાં પણ લોકોને મફત વીજળી મળવી જોઇએ. જે રીતે ભાજપે વીજળી કંપનીઓ સાથે સાંઠગાંઠ કરીને, ચૂંટણી ફંડના ખેલ ખેલીને લોકોને મોંઘી વીજળી આપવાનું કામ કર્યું છે. તેના પર રોક લગાવવા માટે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે. 16 જૂનથી 24 જૂન સુધી એક મહાજનસંપર્ક યોજવામાં આવશે. અલગ અલગ જિલ્લાઓ અને મહાનગરોમાં આમ આદમી પાર્ટીનાં પ્રદેશનાં તમામ આગેવાનો જશે.રેલી, પદયાત્રા, મસાલયાત્રા ના માધ્યમથી વીજળીનો મુદ્દો લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરશે.ત્યારે આપના આ પગલાથી ભાજપની ચિંતા વધશે તે નક્કિ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch