Sat,27 April 2024,6:34 am
Print
header

અમદાવાદ: ઘરઘાટીને બંધક બનાવીને લૂંટ ચલાવનારા આરોપીઓને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડ્યા- Gujarat post

નૂતન સોસાયટીમાં હથિયાર બતાવીને ઘરઘાટીને બંધક બનાવીને આરોપીઓએ કરી હતી લૂંટ 

મધ્ય પ્રદેશના મુરૈનાથી પોતાના મિત્રોને લૂંટ કરવા માટે બોલાવ્યાં હતા

અમદાવાદઃ શહેરના પાલડી વિસ્તારમાં ઘરઘાટીને બંધક બનાવીને લૂંટ ચલાવનારા આરોપીઓને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધા છે.  આરોપીઓએ લૂંટ કરવા મધ્ય પ્રદેશથી લૂંટારુંઓ બોલાવીને લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.અમદાવાદ ક્રાઈમ બ્રાંચે સીસીટીવીને આધારે આરોપીઓને ઝડપી પાડ્યા છે. પોલીસે અરૂણસિંહ ઉર્ફે અન્ના રાઠૌર, બિરેન્દ્ર રાઠોરની લૂંટ કેસમાં ધરપકડ કરી છે. પાલડી વિસ્તારમાં આવેલી નૂતન સોસાયટીમાં આરોપીઓ અને તેના સાગીરતોએ હથિયાર સાથે ઘરઘાટીને બંધક બનાવીને રૂ. 50 હજારની રોકડ, સોના-ચાંદીના દાગીનાની લૂંટ કરી હતી લૂંટારુંઓ સીસીટીવીમાં કેદ થયા હતા.જે બાઈક લઈને ઓઢવ રીંગ રોડ પહોંચ્યાં હતા, બાઈકને ત્યાં બિનવારસી મુકીને ફરાર થઈ ગયા હતા. સીસીટીવી ફૂટેજને આધારે ક્રાઈમ બ્રાંચની ટીમે અરૂણસિંહ અને બિરેન્દ્રની ધરપકડ કરી લીધી છે.આ કેસમાં હજુ ત્રણ આરોપીઓ ફરાર છે.

લૂંટનો માસ્ટર પ્લાન બનાવનાર અરૂણસિંહ રાઠોરે મધ્ય પ્રદેશના મુરૈનાથી પોતાના મિત્રોને લૂંટ કરવા બોલાવ્યાં હતા. બિરેન્દ્રની સાથે અન્ય ત્રણ આરોપીઓ લૂંટ કરવા અમદાવાદ આવ્યાં હતા. અરૂણસિંહ અને તેના સાગરીતોએ એલ.જી હોસ્પિટલમાંથી બાઈકની ચોરી કરી હતી આ બાઈક પર આરોપીઓએ નુતન સોસાયટીમાં રેકી કરી હતી. લૂંટના દિવસે બિરેન્દ્ર સોસાયટીની બહાર ઉભો રહ્યો હતો અને અન્ય આરોપીઓ હથિયાર સાથે સોસાયટીમાં પ્રેવશ કરીને ઘરઘાટીને બંધક બનાવીને લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા.

લૂંટારાઓએ રૂ.13 હજાર આ બંન્ને આરોપીઓને આપ્યાં હતા અને અન્ય મુદ્દામાલ લઈને મધ્ય પ્રદેશ ફરાર થઈ ગયા હતા.પકડાયેલો આરોપી અરૂણસિંહે 8 વર્ષ પહેલા તેના ભાઈઓ રીશી અને પ્રદિપ સાથે મળીને 12 લાખ રૂપિયાની લૂંટ કરી હતી. અને તે જેલમાં ગયો હતો બાદમાં છૂટીને મહેમદાવાદ નજીક પેટ્રોલ પંપ પર નોકરી કરતો હતો, બિરેન્દ્ર અગાઉ હરિયાણામાં કેટરિંગમાં વેઈટર તરીકે નોકરી કરતો હતો, 25 દિવસ પહેલા જ અમદાવાદ આવીને અરૂણસિંહ સાથે નોકરી કરવા લાગ્યો હતો. આરોપીએ પોતાના અન્ય મિત્રો સાથે મળીને લૂંટનુ ષડયંત્ર રચ્યુ હતું. પોલીસે આ લૂંટ કેસમાં વોન્ટેડ 3 આરોપીની શોધખોળ શરૂ કરી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch