(એસીબીએ ઝડપાયેલો અધિકારી)
પીબીએમ મુજબના અટકાયતી પગલા નહીં લેવાની માંગી હતી લાંચ
લાંચની રકમ લેતા રંગેહાથ ઝડપાયો અધિકારી
અમદાવાદ: લાંચિયા અધિકારીઓ સામે એસીબી સતત કામગીરી કરતી હોવા છતાં ભ્રષ્ટ બાબુઓને કંઈ જ પડી નથી, અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના અધિકારી ભૂપેન્દ્ર બાબુભાઈ ચૌધરી તેમજ અન્ય વ્યક્તિ અબ્દુલ રઝાક ઉર્ફે રાજુભાઇ દિલાવરભાઇ ચૌહાણ વિરુદ્ધ 1,35,500 રૂપિયાની લાંચ લેવાનો ગુનો નોંધાયો છે. એસીબીના જણાવ્યાં અનુસાર સરખેજ પોલીસ સ્ટેશનમાં આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ ગુનો દાખલ કરાયો છે.
જે અનુસાર ફરીયાદી વિરુદ્ધ પી.બી.એમ. મુજબના અટકાયતી પગલા નહીં લેવા અવેજ પેટે તેમજ માસિક હપ્તા પેટેના અન્ન અને નાગરીક પુરવઠાની ઝોનલ કચેરી, સરખેજના ઝોનલ અધિકારી આરોપી ભૂપેન્દ્ર ચૌધરીના નામે 1,65,000 રૂપિયાની લાંચની માંગણી ખાનગી વ્યકિત આરોપી અબ્દુલ રઝાક ઉર્ફે રાજુ ચૌહાણે કરી હતી.લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો.
એસીબીએ છટકુ ગોઠવીને ભૂપેન્દ્ર ચૌધરી તથા અબ્દુલ રઝાક ઉર્ફે રાજુ ચૌહાણની પાલડીમાં લાંચની રકમ રૂપિયા 1,35,500 સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યા હતા.બંને આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જો તમારી પાસે પણ કોઈ લાંચ માંગતું હોય તો એસીબીનો સંપર્ક કરીને તેને સબક શિખવી શકો છો.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
ગાંધીનગર: વળતરના પૈસા ન મળતા સચિવાલયમાંથી ખેડૂતો કોમ્પ્યુટર સહિતનો સામાન ઉપાડી ગયા- Gujaratpost
2022-08-08 18:32:39
વડોદરા: નદીમાં યુવકનો પગ લપસી ગયો અને મગર તેને ખેંચી ગયો, મૃતદેહને લઈને મગર 2 કલાક નદીમાં ફરતો રહ્યો-Gujaratpost
2022-08-07 21:00:17
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત 10 ઑગસ્ટે આવશે ગુજરાત- Gujaratpost
2022-08-07 20:57:38
વેજલપુરમાં મહિલાની હત્યાનો ભેદ ઉકેલાયો, સેન્ટ્રલ IB માં નોકરી કરનાર પતિએ જ પત્નીની હત્યા કરાવી- Gujaratpost
2022-08-06 19:51:13
ભાજપમાં જતા જ રંગ દેખાયો, વિજય સુવાળાએ ટ્રાફિક પોલીસકર્મીને બદલી કરી નાખવાની આપી ધમકી- Gujaratpost
2022-08-05 20:06:35
લઠ્ઠાકાંડ અપડેટઃ આરોપી સામે 304 ની કલમ ઉમેરાઈ, અઠવાડિયામાં એસઆઈટી સોંપશે રિપોર્ટ– Gujarat Post
2022-08-04 10:14:01