Fri,26 April 2024,7:00 pm
Print
header

આમ આદમી પાર્ટીનું ગાંધીનગર કાર્યાલય ફાયર એનઓસીના અભાવે સીલ કરવામાં આવ્યું

સ્થાનિક રાજકારણમાં આમ આદમી પાર્ટી સક્રિય થતા ભાજપે સત્તાનો ગેર ઉપયોગ કર્યાનો આક્ષેપ 

અમદાવાદઃ મહાનગરપાલિકા (Municipal corporation)ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારુ પ્રદર્શન કરતા કોંગ્રેસની સ્થિતિ દયનીય બની છે. સુરતમાં ધમાકેદાર એન્ટ્રીથી ભાજપ પણ સતર્ક થઇ ગયુ છે. આમ આદમી પાર્ટી(Aam Admi party)ને રાજકીય રીતે ભીંસમાં લેવા હવે ભાજપ દ્વારા સત્તાનો ગેર ઉપયોગ કરવામાં આવતો હોવાનો ગંભીર આરોપ ગાંધીનગર (Gandhinagar)આમ આદમી પાર્ટી દ્વારા કરાયો છે.

ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા સરગાસણમાં આવેલા અટીરા બિઝનેસ હબ, સિધ્ધરાજ ઝોરી બિલ્ડીંગના બી બ્લોક અને મેપલ મોલમાં ફાયર એનઓસી (fire ONC)ન હોવાને કારણે 30 જેટલી દુકાનો અને ઓફિસો સીલ કરવામાં આવી છે.જેમાં અટીરા બિલ્ડીંગમાં આવેલી આમ આદમી પાર્ટીની ઓફિસને પણ સીલ કરાઇ છે. ફાયર એનઓસી લેવા માટે ગાંધીનગર ફાયર બ્રિગેડ દ્વારા સુચન કરવામાં આવ્યું  છે.

જો કે હાલમાં આપનું કાર્યાલય સીલ કરાયું છે એવું નથી અન્ય ઓફિસો પણ સીલ કરાઇ છે, જેથી આપની સામે ભાજપ કોઇ રાજનીતિ કરી રહ્યું છે તેમ કહેવું ઉચીત નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch