Sat,27 April 2024,10:25 am
Print
header

સાવરકુંડલાઃ બિભત્સ ઈશારા કરતી અમદાવાદની 7 યુવતીઓ પકડાઈ

ફાઇલ ફોટો

સાવરકુંડલાઃ અમરેલી જિલ્લામાં અનૈતિક પ્રવૃત્તિઓનું દૂષણ ફૂલેફાલે તે પહેલા જ પોલીસ કાર્યવાહી કરી રહી છે. સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામના બસ સ્ટેશન પાસે જાહેર રોડ પર ઉભા રહીને વાહન ચાલકોને બિભત્સ ચેનચાળા અને નિર્લજ્જ વર્તન કરતી અમદાવાદની સાત યુવતીઓને પોલીસે ઝડપી લીધી હતી.

સાવરકુંડલાના મોટા ઝીંઝુડા ગામે પેન્ટ શર્ટ પહેરેલી યુવતીઓ આવતા જતા રાહદારીઓ સામે નિર્લજ્જપણે વર્તન કરી બિભસ્ત શબ્દો બોલી ઈશારો કરી રહી હોવાનો મેસેજ અમરેલી જિલ્લા કંટ્રોલરૂમથી સાવરકુંડલા પોલીસને મોકલવામાં આવ્યો હતો. જે બાદ સ્થાનિક પોલીસે પેન્ટ શર્ટ પહેરીને ઉભેલી અને રોડ પરથી આવતા જતાં વાહન ચાલકોને બિભત્સ ચેનચાળા વર્તન કરતી કંચન બારોટ (ઉ.વ.૨૫), રેનુ બારોટ (ઉ.વ.૨૦), ભાવના બારોટ (ઉ.વ૨૨), ડોલી બારોટ (ઉ.વ.૨૦), સંગીતા બારોટ (ઉ.વ.૨૫), સીમા બારોટ (ઉ.વ.૨૧), કોમલ બારોટ (ઉ.વ.૧૯)ને ઝડપીને તેમની સામે કાર્યવાહી કરી છે .

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch