Fri,26 April 2024,6:42 am
Print
header

300 આતંકવાદીઓ માર્યાં ગયા હતા બાલાકોટ એર સ્ટ્રાઇકમાં ! પાકિસ્તાનના પૂર્વ રાજદૂતનો ખુલાસો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારીએ બાલાકોટમાં ભારતે કરેલી એર સ્ટ્રાઈકને લઈને એવો ખુલાસો કર્યો છે કે કોંગ્રેસ અને આપ જેવા પાર્ટીઓના હોશ ઉડી જશે, કારણ કે આ લોકો એરસ્ટ્રાઇકના પુરાવા માંગતા હતા પાકિસ્તાનની ઈમરાન ખાન સરકાર આ મામલે સતત બચાવ કરી રહી છે. પરંતુ એક રાજદ્વારી જે મોટાભાગે પાક સેનાની તરફદારી કરતા નજરે પડે છે પણ આ વખતે તેમણે ખુલાસો કરતા કહ્યું છે કે ભારતીય વાયુસેનાએ કરેલી સૈન્ય કાર્યવાહીમાં 300 આતંકીઓ માર્યાં ગયા હતાં.પાકિસ્તાનના એ દાવાથી બિલકુલ ઉલટુ છે જેમાં કહેવામાં આવ્યું છે કે બાલાકોટ એરસ્ટ્રાઇકમાં એક પણ વ્યક્તિનો જીવ નહોતો ગયો. 

ભારતે પાકિસ્તાન જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા બળોના હુમલાના જવાબના ભાગરૂપે આ કાર્યવાહી કરી હતી. સામાન્ય રીતે પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારીઓ પાકિસ્તાની સૈન્યના જ ગુણગાન ગાતા નજરે પડે પણ આ રાજદ્વારીએ પાકિસ્તાન વિરૂદ્ધ જ આ સનસની ખુલાસો કર્યો છે. પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારી આગા હિલાલીએ એક ટીવી ચેનલ સાથેના શોમાં સ્વિકાર કર્યો છે કે, 26 ફેબ્રુઆરી 2019ના રોજ ભારત દ્વારા પીઓકેના બાલાકોટમાં કરવામાં આવેલી એરસ્ટ્રાઈકમાં 300 જેટલા આતંકીઓ માર્યા ગયા હતાં. 

સેનાએ બાલાકોટમાં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી કેમ્પો પર હવાઈ હુમલો કરીને ખુરદો બોલાવી દીધો હતો. પરંતુ પાકિસ્તાને પોતાની આબરૂ બચાવવા એક જ રટણ રાખ્યું હતું કે, જે જગ્યાએ ભારતીય વાયુસેનાએ હુમલો કર્યો હતો તે જગ્યાએ કોઈ આતંકવાદીઓ હતા જ નહીં. પરંતુ હવે પાકિસ્તાનના જ પૂર્વ રાજદ્વારી આગા હિલાલીએ આ મામલે સનસની ખુલાસો કર્યો છે.તેમના મતે ભારતીય એરફોર્સ દ્વારા યુદ્ધ વિમાનોમાંથી વરસાવવામાં આવેલા બોમ્બમાં 300 જેટલા લોકો માર્યાં ગયા હતાં.

હુમલામાં કેટલા આતંકીઓ માર્યા ગયા હતા તેને લઈને ભારતમાં જ કોંગ્રેસ અને આપ જેવી રાજકીય પાર્ટીઓએ સવાલ ઉભા કર્યા હતાં. પરંતુ હવે પાકિસ્તાનના પૂર્વ રાજદ્વારીના ખુલાસાથી ઈમરાનની સાથે  ભારતના નેતાઓ પણ ચૂપ થઇ ગયા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch