Fri,26 April 2024,4:23 pm
Print
header

શિવસેનાના વધુ ત્રણ ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યાં, પવારે બોલાવી એનસીપી ધારાસભ્યોની બેઠક- Gujarat Post

સીએમ ઉદ્ધવ ઠાકરેની અપીલની નથી થઈ રહી અસર

શિવસેના ધારાસભ્ય નિતિન દેશમુખ આજે ઠાકરે સાથે કરશે મુલાકાત

ભાજપ હજુ પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવશે

શિંદે ગ્રુપ સરકારમાંથી સમર્થન પરત ખેંચે તે બાદ ભાજપ થશે સક્રિય

ગુવાહાટીઃ મહારાષ્ટ્રમાં ઉદ્ધવ સરકારની મુશ્કેલી વધી રહી છે. સીએમ ઉદ્ધવ ઠાકરેની અપીલ બાદ પણ શિવસેનાના ધારાસભ્યોનો બળવો યથાવત છે. સવારે વધુ ત્રણ ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યાં છે. બુધવારે ચાર ધારાસભ્યો ગુવાહાટીમાં શિંદે ગ્રુપને મળ્યાં હતા.મહારાષ્ટ્રમાં રાજકીય સંકટ વચ્ચે શરદ પવારે એનસીપી ધારાસભ્યોની બેઠક બોલાવી છે.

ઉદ્ધવ ઠાકરે પણ શિવસેનાના નેતાઓ સાથે બેઠક 11 વાગે વર્ચૂઅલ બેઠક કરી શકે છે. શિવસેના ધારાસભ્ય નિતિન દેશમુખ આજે સીએમ ઉદ્ધવ સાથે મુલાકાત કરશે. તેમણે બળજબરીથી સુરત લઈ જવામાં આવ્યાં હોવાનો દાવો કર્યો હતો. તેઓ ગઈકાલે નાગપુર પરત ફર્યાં હતા.

ભાજપ હજુ પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી રહી છે. મળતી માહિતી અનુસાર એકનાથ શિંદે ગ્રુપ મહાવિકાસ અધાડી સરકારમાંથી સમર્થન પરત નહીં ખેંચે ત્યાં સુધી ભાજપ કંઈ નહી કરે.આજે એકનાથ શિંદે ગ્રુપ રાજ્યપાલને પત્ર આપીને સરકારમાંથી સમર્થન પરત લેવાની વાત કરી શકે છે. જે બાદ ભાજપ તેની ગતિવિધિ શરૂ કરશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch