Sun,05 May 2024,12:34 am
Print
header

કાળઝાળ ગરમીમાંથી મળશે થોડી રાહત ! આ જિલ્લાઓમાં 3 દિવસ કમોસમી વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના છે. આગાહી કરતા હવામાન વિભાગે કહ્યું છે કે રાજ્યમાં પશ્ચિમી અંતરને કારણે 13 થી 15 એપ્રિલ એટલે કે આગામી ત્રણ દિવસ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે. આ વરસાદ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે.

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર નવસારી, વલસાડ, સુરત, ભરૂચ, કચ્છ, ગીર સોમનાથમાં 13 એપ્રિલે વરસાદની આગાહી કરી છે.14 એપ્રિલે નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠા, કચ્છ અને ગીર સોમનાથમાં વરસાદની સંભાવના છે. આ પછી 15 એપ્રિલે સાબરકાંઠા, મહિસાગર, અરવલ્લી, દાહોદમાં વરસાદની સંભાવના છે.

13 થી 15 એપ્રિલ સુધી આ પ્રકારનું હવામાન રહેશે

હાલ સમગ્ર રાજ્યમાં આકરી ગરમી જોવા મળી રહી છે. રાજ્યમાં તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર 13 થી 15 એપ્રિલ સુધી વરસાદ પડશે અને જોરદાર પવન પણ ફૂંકાશે. આ બધા વચ્ચે વાદળછાયું વાતાવરણ રહી શકે છે. વરસાદ વચ્ચે ગરમીથી રાહત મળશે. જેના કારણે તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે.

કેવું રહેશે રાજ્યનું તાપમાન ?

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદને કારણે લોકોને ગરમીમાંથી ઘણી રાહત મળશે. આ દિવસોમાં અમદાવાદમાં 41.5 ડિગ્રી, રાજકોટમાં 41.7 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41.5 ડિગ્રી, ભૂજમાં 41.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch