Sat,27 April 2024,9:40 am
Print
header

મફતના ભાવે સરકારી બંગલા ! કોંગ્રેસે કહ્યું ગુજરાતના 15 પૂર્વ મંત્રીઓના સરકારી બંગલા પરત લેવામાં આવે- Gujarat Post

માત્ર 4800 રુપિયાના નજીવા ભાડે સરકારી બંગલા ફાળવવામાં આવ્યાં હતા

આ બંગલાનું બજાર ભાડુ રૂપિયા 42 હજાર 

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી બંગલા અને કર્મચારીઓ માટેના ક્વાર્ટરની રીતસરની અછત વર્તાઇ રહી છે. તેમ છંતા ભાજપ સરકાર કોઇ યોગ્ય કાર્યવાહી કરી રહી નથી,પૂર્વ સીએમ રૂપાણીની સરકારના 15 પૂર્વ મંત્રીઓને 4800 રૂપિયાના નજીવા ભાડે સરકારી બંગલા ફાળવી દેવાયા છે.પૂર્વ મંત્રીઓના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે સરકારી બંગલા ફાળવવામાં આવ્યાં હોવાનો ખોટો તર્ક આપવામાં આવ્યો છે.

ભાજપના પૂર્વ મંત્રીઓને ફાળવવામાં આવેલા સરકારી બંગલાને લઈને કૉંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા છે. કૉંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો.મનિષ દોશીએ ભાજપ સરકારની પોલ ખોલતા કહ્યું કે રૂપાણી સરકારના 15 પૂર્વ મંત્રીઓને સરકારી બંગલા ફાળવવામાં આવ્યાં છે, માત્ર 4800 રૂપિયાના નજીવા ભાડે આ સરકારી બંગલા આ લોકો વાપરી રહ્યાં છે. કોંગ્રેસ દ્વારા આ મંત્રીઓ પાસેથી બંગલા પરત લેવાની માંગ કરાઇ છે.

કોંગ્રેસના પ્રવક્તા ડો.મનિષ દોશીએ જણાવ્યું  કે, ગાંધીનગરમાં એક પણ પૂર્વ મંત્રીના સંતાનો અભ્યાસ નથી કરતા,  નીતિન પટેલ, સૌરભ પટેલ, ભપેન્દ્રસિંહ ચૂડાસમા, ગણપત વસાવા, ઈશ્વર પરમાર, પ્રદિપસિંહ જાડેજા, જયેશ રાદડિયા, જયદ્રથસિંહ પરમાર, પરસોતમ સોલંકી, ઈશ્વરસિંહ પટેલ, વાસણ આહીર, વિભાવરીબેન દવે, રમણલાલ પાટકર, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કુંવરજી બાવળિયાના બંગલા પાછા લેવા માગણી કરાઇ છે. ડો.મનિષ દોશીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ મામલે પત્ર લખ્યો છે.

દોશીએ જણાવ્યું કે માર્ગ અને મકાન વિભાગે 31 મે 2015ના ઠરાવ મુજબ આવા બંગલાનું બજાર ભાડુ 42 હજાર રૂપિયા નક્કી કર્યું છેે. પૂર્વ મંત્રીઓ અત્યાર સુધી ધારાસભ્યોના નિવાસ સ્થાનમાં રહેતાં હતાં. પરંતુ હવે પ્રજાની તિજોરીનો વ્યય કરીને પૂર્વ મંત્રીઓ આલીશાન બંગલામાં જલસા કરી રહ્યાં છે. કેમ કે આ મંત્રીઓને મંત્રી પદેથી હટાવ્યાં બાદ સદસ્ય નિવાસમાં રહીને પ્રજાની સેવા કરી શકતા નથી. જાહોજલાલીમાં રહેલા આ નેતાઓને હવે ક્વાટર્સમાં ફાવતું નથી.ઉપરાંત કેટલાક પૂર્વ મંત્રીઓની સરકારી સિક્યુરિટી પણ હાલમાં ચાલુ છે. ભાજપ સરકાર જનતાના ટેક્સના રૂપિયે પૂર્વ મંત્રીઓને જલસા કરાવી રહી છે, જેથી આગામી દિવસોમાં કોંગ્રેસ આ બંગલા ખાલી કરાવવા ઉગ્ર માંગ કરશે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch