Fri,26 April 2024,4:23 pm
Print
header

આફ્કિાઃ તિવાઉને શહેરની હોસ્પિટલમાં આગ લાગતાં 11 નવજાત બાળકો ભડથું- Gujarat Post

(demo pic)

  • સેનેગલની રાજધાની ડકારથી લગભગ 120 કિમી દૂર છે તિવાઉને શહેર
  • 11 નવજાત બાળકોના મોત પર રાષ્ટ્રપતિએ દુખ વ્યક્ત કર્યું
  • નવજાત બાળકોના માતા-પિતાનું આક્રંદ
  • હાલ આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી

Senegal: પશ્ચિમ આફ્રિકાના દેશ સેનેગલના તિવાઉને શહેરમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે.અહીંની હોસ્પિટલમાં આગ લાગવાથી 11 નવજાત શિશુઓના મોત થઇ ગયા છે. તિવાઉની શહેર રાજધાની ડકારથી લગભગ 120 કિમી દૂર છે. રાષ્ટ્રપતિએ આ દુઃખદ ઘટનાની જાણકારી આપી છે.

રાષ્ટ્રપતિ મેકી સાલે આ ઘટના વિશે ટ્વવીટ કરીને લખ્યું, "મને હાલમાં જ તિવાઉનની સાર્વજનિક હોસ્પિટલના નિયોનેટલ વિભાગમાં આગ લાગવાથી 11 નવજાત શિશુઓના મોત વિશે દર્દનાક માહિતી મળી છે. આ ઘટનાથી મને ખૂબ દુખ છે. મૃતક શિશુઓના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. હાલ આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટનાની તપાસ ચાલુ છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch