Sat,27 April 2024,4:48 am
Print
header

તિરુપતિમાં ઓક્સિજન ન મળતાં 11 દર્દીઓનાં મોત, મુખ્યમંત્રીએ આપ્યાં તપાસના આદેશ

(ફાઈલ તસવીર)

તિરુપતિઃ દેશમાં કોરોનાની બીજી લહેર ફરી વળી છે અત્યાર સુધીમાં અનેક શહેરોમાં ઓક્સિજનની અછતને કારણે કોરોનાની સારવાર લેતાં દર્દીઓનાં મોત થયા છે. આ દરમિયાન આંધ્રપ્રદેશના તિરુપતિમાં સોમવારે રાત્રે ઓક્સિજનની અછતને કારણે 11 દર્દીઓએ દમ તોડ્યો હતો. કલેકટરે  અને આરોગ્ય વિભાગે આ વાતની પુષ્ટિ કરી છે. 

તિરુપતિની રુઈયા હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવવામાં આવી છે. અહીંયા બીજા રોગથી પીડાતા લોકોની પણ સારવાર ચાલતી હતી. હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો. ભારતીએ કહ્યું કે 9 કોરોના દર્દીઓ અને ત્રણ નોન કોવિડ દર્દીઓના ઓક્સિજનના અભાવે મોત થઇ ગયા છે. 5 દર્દીઓની હાલત ગંભીર છે આ સ્થિતિમાં મોતનો આંકડો વધી શકે છે.

કલેક્ટર એમ હરિનારાયણે જણાવ્યું કે, ઓક્સિજનની અછતથી 11 દર્દીઓનાં મોત થયા છે. હોસ્પિટલ પાસે હાલ એક ટેન્કર છે. આ મામલે મુખ્યમંત્રી વાઈએસ જગન મોહન રેડ્ડીએ તપાસના આદેશ આપ્યાં છે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે. હોસ્પિટલમાં કુલ 135 દર્દીઓ વેંટીલેટર પર છે. જ્યારે 5 દર્દીઓની હાલ ગંભીર છે. આ ઘટનાનો ભયાનક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમાં ઓક્સિજનના અભાવે દર્દીઓની હાલત કઈ હદે કથળી હતી તે જોવા મળી રહ્યું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch