Fri,26 April 2024,7:14 pm
Print
header

શું વિધાનસભા ચૂંટણીમાં ભાજપ 100 નવા ચહેરાઓનેે ઉતારશે મેદાનમાં ? પાટીલનું મોટું નિવેદન

182 બેઠકો પર 100 નવા ચહેરોઓને ટિકિટ અપાય તો અનેક જૂના જોગીઓની ટિકિટ કપાશે

ગાંધીનગરઃ કોર્પોરેશનની ચૂંટણી બાદ હવે ભાજપે મિશન વિધાનસભા ચૂંટણી 2022ની  શરુઆત કરી દીધી છે. પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે એક મહત્વનું નિવેદન આપ્યું છે. સાબરકાંઠામાં પક્ષના કાર્યકરોને સંબોધતા તેમણે કહ્યું કે આ વખતે વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરાઓને ટિકિટ મળી શકે છે. પાટીલ ભાજપ પ્રદેશ પ્રમુખ પદે આવ્યાં છે ત્યારથી તેઓ નો-રિપીટની થિયરીને અપનાવી રહ્યાં છે. કોર્પોરેશનમાં નો રિપીટ અને મોટી ઉંમરના કાર્યકરોને ટિકિટ ન હતી આપવામાં આવી, જેથી તેનો પ્રભાવ પણ જોવા મળ્યો હતો.

જો કે વાતો વાતોમાં સીઆર પાટિલે એ પણ સ્પષ્ટ કર્યું કે ટિકિટ આપવાનો નિર્ણય ભાજપ હાઇકમાન્ડ કરશે. ટિકિટ આપતા પહેલા પાંચ થી છ વાર સર્વે કરાય છે અને ત્યાર બાદ જ ટિકિટ અપાય છે. હિંમતનગર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને પેજ સમિતિ સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાત ભારતીય જનતા પાર્ટીમાં પેજ સમીતિના પ્રણેતા અને ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતા હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો.

પાટીલનો હિંમતનગરમાં ભવ્ય રોડ શો પણ યોજાયો હતો. ત્યાર બાદ પાટીલે પેજ પ્રમુખોને કાર્ડ વિતરણ કર્યુ હતું. કાર્યકરોને જુસ્સા સાથે સંબોધન કરતા જણાવ્યું કે, ભાજપની તાકાત કાર્યકરો છે. તેઓની તાકાતને કારણે ભાજપ તમામ ચૂંટણીમાં પ્રચંડ જીત મેળી છે.બીજી તરફ જો 100 નવા ચહેરાઓને ટિકિટ અપાશે તો જૂના જોગીઓની ટિકિટ કપાતા પાર્ટીમાં જ નારાજગી વધી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch