ઐશ્વર્યા રાય બચ્ચનની જેમ આરાધ્યા બચ્ચન માટે પણ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં જવું એ પહેલી વાર નથી. તે પહેલા પણ તેની મમ્મીનો સાથ આપી ચુકી છે, આ વખતે તેની સ્ટાઈલ એકદમ અલગ હતી. તે તેની મમ્મીને સંપૂર્ણ રીતે સપોર્ટ કરતી જોવા મળી હતી તે ઐશ્વર્યાનો હાથ પકડીને ચાલી રહી હતી. ઐશ્વર્યા જ્યાં પણ જાય છે ત્યાં તે પોતાની દીકરીને ચોક્કસ સાથે લઈ જાય છે.