અભિનેત્રી મલાઈકા અરોરા તેના એક ગ્લેમરસ ફોટોશૂટને લઈને ચર્ચામાં છે, જે તેણે તાજેતરમાં એક મેગેઝીન માટે કરાવ્યું છે.આ ફોટોશૂટ 2022માં ફર્સ્ટ લૂક મેગેઝીનના કવર માટે કરાવ્યું છે. મલાઈકાની આ અદભૂત મેગેઝીન તસવીરોને તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરી છે. આ ફોટોશૂટમાં મલાઈકા ખૂબ જ સુંદર લાગી રહી છે.