લોકસભાની ચૂંટણીના પ્રચાર અભિયાનમાં ગયેલા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી હિમાચલ પ્રદેશના ઉના પહોંચ્યાં હતા. જ્યાં હેલિકોપ્ટરના દરવાજામાં ખામી સર્જાઇ હતી અને પાયલોટ તેને રિપેરિંગ કરી રહ્યાં હતા ત્યારે રાહુલે તેમને મદદ કરી હતી. તેઓ હેલિકોપ્ટરના નીચેના ભાગે તપાસ કરતા જોવા મળી રહ્યાં છે આ વીડિયો તેમના ફેસબુક એકાઉન્ટમાં 13 લાખ કરતા વધુ લોકોએ જોયો છે અને હજારો કોમેન્ટ પણ આવી છે. રાહુલે લખ્યું હતું કે, સારા ટીમવર્કનો અર્થ હોય છે કે, દરેક લોકોએ સાથે મળીને કામ કરવું જોઇએ.