ઉરી હુમલા પર બનેેલી ફિલ્મને જોરદાર રિસ્પોન્સ મળ્યો છે પ્રથમ દિવસે જ ફિલ્મે 8 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.ઉરીમાં ભારતીય સૈન્ય પર થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ પીઓકેમાં આતંકવાદીઓનો સફાયો કરી નાખ્યો હતો, સર્જીકરલ સ્ટાઇક કરીને ભારતે પાકિસ્તાન સહિતના દુશ્મન દેશોને સંદેશ આપ્યો હતો કે ભારત શાંતિ ઇચ્છે છે પરંતુ જો કોઇ દુ્શ્મન હુમલો કરશે તો તેનો જોરદાર જવાબ આપવામાં આવશે, ત્યારે આ ઘટના પર બનેલી ફિલ્મ ઉરીને દર્શકો પસંદ કરી રહ્યાં છે. ફિલ્મમાં વીકી કૌશલ મુખ્ય અભિનેતા છે, પરેશ રાવલ અને યામી ગૌતમે પણ દમદાર અભિનય આપ્યો છે.