Sun,08 September 2024,12:55 pm

જુઓ સિદ્ધાર્થ રાંદેરિયા,યશ અને આરોહીની 'ચાલ જીવી લઇએ' નું ટ્રેલર

  • 2019-01-09 15:17:48
  • /
  • Video
સિદ્ધાર્થ રાંદેરિયા વધુ એક કોમેડી અને ફેમિલી બોન્ડિંગથી ભરપૂર ફિલ્મ લઇને આવી રહ્યા છે. દીકરા અને પિતાની આ કહાની છે. ટ્રેલર પરથી કહીયે તો, એક એવો દીકરો આદિત્ય પરીખ (જય સોની) જે તેનાં કામને જ ભગવાન માને છે તેની પાસે કામ સિવાય અન્ય કશાં જ માટે સમય નથી. અને તેના પિતા બિપિન ચંદ્ર પરીખ (સિદ્ધાર્થ રાંદેરિયા) જેમનો મંત્ર છે ખાઓ પીઓ અને ઘણું જીવો. જે જીવનને જીવવામાં માને છે. દીકરાને જીવનનો અસલી રસ ચખાડવા માટે પિતા તેને મુકીને ઉત્તરાખંડ ભાગી જાય છે. દીકરાને જાણ થતા જ તે તેમને શોધવા તેમની પાછળ જાય છે જ્યાં તેમની મુલાકાત કેતકી (આરોહી) સાથે થાય છે. જ્યાં આદિત્ય અને કેતકી એક બીજાનાં પ્રેમમાં પડે છે. અને યશને જીવનનો અસલી રસ સમજાય છે. આ બધાની વચ્ચે અચાનક જ કેટલાંક લુટારુંઓ સિદ્ધાર્થ રાંદેરિયાને કિડનેપ કરી લે છે. પછી શું થાય છે તે માટે આ ફિલ્મ જોવી પડે.