બોલિવૂડ ફિલ્મ 'મિકી વાઇરસ' અને 'કિસ કિસકો પ્યાર કરું' જેવી ફિલ્મોમાં દેખાઈ ચુકેલી એક્ટ્રેસ એલી અવરામ હાલમાં ચર્ચામાં છે. તેનું ગીત 'છમ્મા છમ્મા' ઇન્ટરનેટ પર છવાઈ ગયું છે. હાલમાં બોલિવૂડમાં રિમિક્સ ગીતોનો દોર ચાલી રહ્યો છે અને તેણે એક્ટ્રેસ ઉર્મિલા માતોન્ડકરના ગીતને રિક્રિએટ કર્યું છે. અરશદ વારસીની ફિલ્મ 'ફ્રોડ સઇયાં'માં 'છમ્મા છમ્મા' ગીતને ફરીથી ક્રિએટ કરવામાં આવ્યું છે. આ ગીતનો ક્રેઝ યુવાનોમાં એટલો વધી ગયો છે કે લોકો એની નકલ કરીને ઇન્ટરનેટ પર વીડિયો નાખી રહ્યા છે. હાલમાં એક વીડિયો વાઇરલ બન્યો છે જેમાં એક છોકરી દ્વારા કરાયેલા ડાન્સને લોકો બહુ પસંદ કરી રહ્યા છે. ગયા વર્ષે 28 ડિસેમ્બરે યુ ટ્યૂબ પર Kanishka Talent Hub દ્વારા અપલોડ કરવામાં આવ્યા છે આ વીડિયોને અત્યાર સુધી 1,226,074 લોકોએ જોયો છે.