ઉદેપુરમાં ઇશા અંબાણીની પ્રિ-વેડિંગ પાર્ટી પહેલા નારાયણ સેવા સંસ્થાનામાં ચાલી રહેલી વિશેષ ‘અન્ન સેવા’માં મુકેશ અંબાણી, નીતા અંબાણી, અજય પીરામલ, સ્વાતી પીરામલ સિવાય ઈશા અંબાઈ અને આનંદ પીરામલ હાજર રહ્યા હતા. આ દરમિયાન પરિવારના સભ્યોએ લોકોને જમવાનું પીરસ્યું. શહેર પ્રત્યે સન્માન દર્શાવવા અને આશીર્વાદ લેવા માટે અંબાણી પરિવાર તરફથી 7થી 10 દિવસ સુધી 5,100 લોકોને ત્રણ ટાઈમનું ભોજન પીરસવામાં આવશે.‘અન્ન સેવા’ દરમિયાન ઈશા અંબાણીએ લોકોને જમવાનું પીરસ્યું.