ભારતના સૌથી ધનવાસ વ્યક્તિ એવા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીની પુત્રી ઇશા અંબાણીની ઉદેપુરમાં યોજાએલી પ્રિ-વેડિંગ સેરિમનીમાં નીતા અંબાણીએ તેમના દમદાર પર્ફોર્મન્સથી લોકોને દંગ કરી દીધા હતા. ઉદેપુરના આલીશાન ધ ઓબેરોય ઉદય વિલાસ હોટલમાં આ પ્રિ-વેટિંગ પાર્ટી યોજાઇ હતી. જેમાં અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન અને સાઉદી અરેબિયાના ઓઇલ મિનિસ્ટર ખાલિદ અલ ફલીહ પણ સામેલ થતા. ઇશા અને અજય પિરામલના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઇમાં થવાના છે.