શ્રીલંકાની રક્ષા મંત્રાલયની વેબસાઈટ www.defence.lk પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તમિલનાડૂની મુખ્યમંત્રી જે. જયલલિતાની આપત્તિજનક ફોટો લગાવામાં આવી હતી. વેબસાઈટ પર એક લેખ લખવામાં આવ્યો હતો. જેનું શીર્ષક હતું – જયલલિતાનો પ્રેમ પત્ર મોદી માટે કેટલો સાર્થક છે ?
આ લેખ સાથે આપત્તિજનક તસ્વીર પણ હતી. જોકે આ તસ્વીરને લઈને વિવાદ સર્જાતા તસ્વીર પહેલા કાઢી લેવામાં આવી અને ત્યાર બાદ લેખ પણ હટાવી લેવામાં આવ્યો તેની જગ્યાએ માફી મંગાઈ..
આ લેખમાં જયલલિતાને નખરા છોડવાની સલાહ આપવામાં આવી હતી. અને કહેવાયું હતું કે માછીમારો માટે ભારતીય સીમામાં બીજી જગ્યા શોધી લે..