નવી દિલ્હીઃ આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે બંગાળમાં મમતા બેનર્જીના સામ્રાજ્યને તોડી પાડવા મેગા પ્લાન તૈયાર કર્યો છે. રાજ્યમાં પીએમ મોદીના પક્ષમાં માહોલ બનાવવા માટે પાર્ટી ત્રણ રથયાત્રા નીકાળશે.
રથ યાત્રાનું નેતૃત્વ સીએમ યોગી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને આસામના સીએમ સર્વાનંદ સોનોવાલ કરશે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ બાજપ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીને લઈને માહોલ બનાવવા માટે અભિયાન શરૂ કરશે.