રથ યાત્રાનું નેતૃત્વ સીએમ યોગી, ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને આસામના સીએમ સર્વાનંદ સોનોવાલ કરશે. પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી બાદ બાજપ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણીને લઈને માહોલ બનાવવા માટે અભિયાન શરૂ કરશે.
જે માટે ભાજપે પોતાના મુખ્ય ચહેરાઓને બંગાળની ધરતી પર ઉતારવાની યોજના બનાવી છે. આ રથયાત્રા આગામી ડિસેમ્બર મહિનામાં નીકાળવામાં આવશે. પરંતુ આ અભિયાનનો પ્રચાર દુર્ગા પૂજા બાદ જ શરૂ થશે.