Fri,20 September 2024,1:34 pm
Print
header

કડકડતી ઠંડીમાં તમારા સાંધાના દુખાવાને છૂમંતર કરશે આ લોટની રોટલી, આ સમસ્યાઓ પણ થઈ જશે દૂર

રાગીની રોટલી સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક છે. શિયાળાની ઋતુ માટે આ લોટની રોટલી ખાવામાં શ્રેષ્ઠ છે. રાગી એક હાઈ ફાઈબર ગ્રેન છે, જેમાં કેલ્શિયમ, વિટામિન અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે. આ વિટામિન્સને કારણે તે આપણા શરીરને ગરમ રાખે છે. શિયાળાની ઋતુમાં આપણા શરીરમાં ઘણી સમસ્યાઓનો ખતરો વધી જાય છે, ખાસ કરીને સાંધાનો દુખાવો અને શરીર જકડાઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો, રાગીની રોટલીનું સેવન કરવાથી હાડકાં મજબૂત થાય છે, જેનાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. તેમજ એનીમિયાના દર્દીઓ, ડાયાબિટીસના દર્દીઓ અને મેદસ્વી લોકોને પણ રાગીની રોટલી ખાવાની સલાહ આપવામાં આવે છે. 

શિયાળામાં રાગીના છે અનેક ફાયદા 

હાડકાં બનાવે છે મજબૂત  

સાંધાના દુખાવા અને અક્કડપણાથી રાહત મેળવવા માટે તમારે આ ઋતુમાં રાગી રોટલીનું સેવન કરવું જોઈએ.તે સાંધાને અસહ્ય પીડાથી બચાવવામાં મહાન છે. રાગીમાં અન્ય અનાજ કરતા વધુ કેલ્શિયમ હોય છે, જેને કારણે તેને હાડકાંના દુખાવા માટે ફાયદાકારક છે.

ડાયાબિટીસમાં અસરકારક

ડાયાબિટીસના દર્દીઓએ પણ રાગીના લોટની રોટલી અથવા ઢોસાનું સેવન કરવું જોઈએ. તે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરે છે તેમજ બળતરા ઘટાડે છે. રાગીમાં ફાઇબર અને પોલિફેનોલ્સ વધુ માત્રામાં મળી આવે છે. જેને કારણે કડકડતી ઠંડીમાં પણ ડાયાબીટીસના દર્દીઓની પાચનક્રિયા સારી રહે છે. 

મેદસ્વીપણું કરે છે દૂર 

જે લોકો જાડાપણાથી પીડાતા હોય છે. જે લોકો લાખો પ્રયત્નો પછી પણ વજન ઓછું નથી થતું તેમને રાગીને ડાયટમાં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે. તેનું સતત સેવન કરવાથી સ્થૂળતા સરળતાથી ઓછી થવા લાગે છે.

શરીરમાંથી ઝેરી પદાર્થો દૂર કરે

રાગીમાં ડાયેટરી ફાઇબરનું પ્રમાણ વધારે હોય છે, જે સુધારેલા પ્રોસેસ્ડ ફૂડને કારણે બંધ થતી રક્તવાહિનીઓને સાફ કરવામાં મદદ કરે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ.કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar