Sat,11 May 2024,8:51 am
Print
header

રાજધાની બની આંદોલનની ભૂમિ, LRD ભરતીમાં 20 ટકા વેઈટિંગમાં ભરતી કરવાની ઉગ્ર માંગ-Gujarat post

ગાંધીનગરમાં છેલ્લા 16 દિવસથી આંદોલન 

નોકરીની બાંયધરી આપી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરાઈ નથી

ગાંધીનગરઃ છેલ્લા ઘણા દિવસોથી સરકારી કર્મચારીઓ આંદોલન કરી રહ્યાં છે. આજે એલઆરડી મહિલાઓ મુંડન કરાવીને  સરકારનો વિરોધ નોંધાવવાની હતી પરંતુ મુંડન કરાવે તે પહેલાં જ તેમની અટકાયત કરવામાં આવી હતી. વિધાનસભાના ગેટ નંબર એક પર આંદોલનકારીઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું ત્યારે એક ઉમેદવારની તબિયત અચાનક લથડી ગઈ હતી. જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.ગાંધીનગરમાં છેલ્લા 16 દિવસથી 20 ટકા વેઈટિંગ વાળા મહિલા પુરુષ ઉમેદવારો નોકરીના ઓર્ડર મેળવવા સરકાર સામે આંદોલન કરી રહ્યાં છે.

LRD ભરતીમાં 20 ટકા વેઈટિંગ જાહેર કરવાની માંગ સાથે મહિલાઓ આંદોલન કરી રહી છે.  વર્ષ 2018-19 ભરતી પ્રક્રિયા કરી હતી.ત્યાર બાદ LRD મુદ્દે મહિલા અને પુરુષ ઉમેદવારો દ્વારા આંદોલનો કરાયા હતાં. પુરુષ ઉમેદવારોના આંદોલનમા ગૃહ રાજ્યમંત્રીએ પારણા કરાવ્યાં હતા.ગત 16 જુલાઇ 2022ના રોજ તેમને જાહેરાત કરી હતી કે 20 ટકા મહિલાઓ અને પુરુષો સાથે 2439 જગ્યાઓ ખાલી પડી છે. તેમાં ઝડપથી નોકરી આપવાની બાંયધરી આપી હતી.તેમ છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી.

માત્ર 101 મહિલાઓ અને 118 પુરુષોની ઓફલાઇન નિમણૂંક કરાઇ છે. છેલ્લા 16 દિવસથી મહિલાઓ વેઇટિંગ લિસ્ટ જાહેર કરવાની માગ સાથે ગાંધીનગરમાં આંદોલન કરી રહી છે. 20 ટકા વેઈટિંગ ઉમેદવારોને અપાયેલો વાયદો પૂરો કરવામાં નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch