Thu,16 May 2024,2:42 pm
Print
header

વડોદરાની કપુરાઇ ચોકડી નજીક બસ અને ટ્રક વચ્ચે ટક્કર, 6 લોકોનાં મોત- Gujarat Post

વડોદરાઃ વહેલી સવારે રાજસ્થાનના ભીલવાડથી મુંબઇ જતી ખાનગી બસનો ઘઉં ભરેલા ટ્રેલર સાથે અકસ્માત થયો છે. વડોદરાની કપુરાઇ ચોકડી પાસે બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં 6 લોકોનાં મોત થઇ ગયા છે. 17 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.તમામ ઇજાગ્રસ્તોને એસ.એસ.જી હોસ્પિટલ સારવાર માટે લઇ જવામાં આવ્યા છે. આ અકસ્માતની સ્થાનિક પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ કાફલો પહોંચ્યો ઘટના સ્થળે

6 લોકોનાં ઘટના સ્થળે જ મોત થઇ ગયા 

બસ અને ટ્રકની ટક્કર એટલી ભયાનક હતી કે બસના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. અકસ્માત બાદ ખાનગી બસમાંથી મુસાફરોને બહાર કાઢવા માટે બસના પતરા કાપવા પડ્યા હતા. લાશોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.આ અકસ્માત બાદ ડ્રાઇવર ટ્રેલર લઇને સ્થળ પરથી ફરાર થઇ ગયો છે. હાલમાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

નોંધનીય છે કે રવિવારની રાત્રે 10.30 વાગ્યાની આસપાસ ભાવનગર-અમદાવાદ શોર્ટ રૂટ અધેલાઇ પાસે પણ અકસ્માત સર્જાયો હતો. જેમા ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાળક સહિત 5 લોકોનાં મોત નીપજ્યાં હતા.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch