Sat,27 April 2024,3:34 am
Print
header

વડોદરામાં Swiggyનો ડિલિવરી બોય બિયર પણ પહોંચાડે છે ! બિયરના ટીન સાથે પોલીસે ધરપકડ કરી

રાજ્યમાં દારૂબંધી હોવા છંતા દારૂ અને બિયરનો ધંધો ચાલી જ રહ્યો છે, બુટલેગરો કોઇને કોઇ રીતે રાજ્યમાં દારૂનો ધંધો કરી રહ્યાં છે, હવે નવાઇની વાત તો એ છે કે જાણીતી ફૂડ ડિલિવરી કંપની Swiggyનો ડિલિવરી બોય પણ બિયરની ડિલિવરી કરી રહ્યો છે, વડોદરા પોલીસે રાહુલ નામના એક ડિલિવરી બોયની બિયરના ટીન સાથે ધકપકડ કરી લીધી છે, જે ગ્રાહકોને બિયરની ડિલિવરી આપવા જતો હતો, રાહુલ થોડા મહિનાઓથી Swiggy કંપનીમાં કામ કરે છે અને ગ્રાહકોને જ્યારે ફૂડ ડિલિવરી કરવા જતો હતો ત્યારે બિયરનું પણ પૂછી લેતો હતો, જો ગ્રાહક બિયરનો શોખીન હોય તો તેને ડિલિવરી કરતો હતો, પરંતુ બાતમીને આધારે લક્ષ્મીપુરામાં રહેતો રાહુલ પોલીસ સકંજામાં આવી ગયો છે, તેની પૂછપરછમાં સામે આવ્યું છે કે છેલ્લા કેટલાક સમયથી તે બિયરની ડિલિવરી કરતો હતો.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar