Tue,08 October 2024,9:02 am
Print
header

ઉત્તરકાશી બચાવ કામગીરીને લઇને આવ્યાં મોટા સમાચાર, 5-6 મીટર ડ્રિલિંગનું કામ હજુ બાકી

વરસાદ અને હિમવર્ષાની શક્યતાને લઇને ચાલી રહેલા સુરંગના બચાવ કાર્યને અસર થઈ શકે છે

ઉત્તરકાશીઃ સિલ્ક્યારામાં ફસાયેલા 41 મજૂરોને સુરક્ષિત રીતે બહાર કાઢવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. કામદારો છેલ્લા 17 દિવસથી ટનલની અંદર ફસાયેલા છે. હાઇટેક કામગીરી સાથે સુરંગમાંથી કામદારોને બચાવવા માટે કામ ચાલી રહ્યું છે.બચાવ કામગીરીમાં પણ અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમ કે હવામાન સંકટ છે, આ સાથે આશાનું કિરણ બનેલા ઓગર મશીનમાં પણ ટેકનિકલ ખામી હતી.હાલમાં રેટ માઇનર્સથી કામદારો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યો છે.આ સાથે વર્ટિકલ ડ્રિલિંગનું કામ પણ કરવામાં આવી રહ્યું છે.

ગઈકાલે રાત્રે કોઈ સમસ્યા ન હતી

માઈક્રો ટનલીંગ એક્સપર્ટે કહ્યું કે ગઈકાલે રાત્રે અમે બચાવ કાર્ય સફળતાપૂર્વક આગળ ધપાવ્યું છે. અમે 50 મીટરના અંતરે પહોંચી ગયા છીએ. હવે અમારે 5 થી 6 મીટર આગળ જવું પડશે, ગઈકાલે રાત્રે કોઈ સમસ્યા ન હતી આવી.અત્યાર સુધીની પ્રગતિ સંપૂર્ણપણે સંતોષકારક છે.

રેટ માઇનર્સથી કામદારોની નજીક આવ્યાં

સિલ્ક્યારા ટનલ રેસ્ક્યુના સત્તરમા દિવસે રેટ માઇનર્સની ટીમે આખી રાત ટનલમાં કામગીરી હાથ ધરી હતી. મેન્યુઅલ ડ્રિલિંગ 3 મીટર પાઇપ આગળ નાખવામાં આવી છે,પરંતુ લોખંડના સળિયા આવવાના કારણે થોડો અવરોધ છે. લોખંડનો રસ્તો કાપવાનું કામ ચાલી રહ્યું છે. રેટ માઇનર્સ કરનારાઓએ મેન્યુઅલી 7 મીટર વધુ ડ્રિલિંગ કરવું પડશે. આગામી 24 કલાકમાં સફળતા મળી શકે છે.

CM ધામીએ કરી બેઠક 

સીએમ પુષ્કર ધામીએ ઉત્તરકાશી સિલ્ક્યારા ટનલ બચાવને લઈને બેઠક યોજી હતી.આ બેઠક ITBP સેન્ટર માતાલી ખાતે સવારે 9 વાગ્યાની આસપાસ થઇ હતી.અસ્થાયી સચિવાલયની સીએમની બેઠકમાં ટોચના અધિકારીઓ હાજર હતા. બેઠકમાં સિલ્ક્યારા ટનલ રેસ્ક્યૂ અંગે અત્યાર સુધી થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

વરસાદ અને હિમવર્ષાની શક્યતા

હવામાન વિભાગે ઉત્તરકાશીમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. જેને કારણે વર્ટિકલ ડ્રિલિંગના કામમાં અડચણ આવી શકે છે. આ બધા વચ્ચે 36 મીટર સુધીનું વર્ટિકલ ડ્રિલિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. જો કે હજુ 6 મીટરનું અંતર બાકી છે. હવામાન વિભાગે 24થી 36 કલાક સુધી વરસાદની આગાહી કરી છે. રાજ્યના પહાડી વિસ્તારોમાં હળવો વરસાદ અને કરા પડી શકે છે. આવી સ્થિતિમાં ઉત્તરકાશી જિલ્લામાં ચાલી રહેલા સુરંગના બચાવ કાર્યને થોડી અસર થઈ શકે છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch