Sat,27 July 2024,10:49 am
Print
header

Breaking News- આખરે બચાવી લેવાઇ 41 જિંદગીઓ, ટનલમાં ફસાયેલા કામદારો પાસે 17 માં દિવસે પહોંચી મેડિકલ ટીમ

ઉત્તરકાશીઃ સિલ્ક્યારામાં ફસાયેલા 41 મજૂરો સુરક્ષિત છે અને આ મજૂરો પાસે 17 માં દિવસે મેડિકલની ટીમો પહોંચી ગઇ છે. તેમનું ચેકઅપ કરવામાં આવ્યું છે અને તેઓ સ્વસ્થ છે. હાઇટેક કામગીરી કરીને સુરંગમાં ડ્રિલિંગ કરીને તેમનો જીવ બચાવવામાં સફળતા મળી છે,અનેક મુશ્કેલીઓ બાદ તેમને બચાવી લેવામાં સફળતા મળી છે, એમ્બ્યુલન્સ દ્વારા તેમને નજીક તૈયાર કરેલી હોસ્પિટલમાં લઇ જવામાં આવશે.

17 દિવસનો સંઘર્ષ.... બચાવી લેવાઇ 41 જિંદગીઓ

અનેક પડકારો બાદ સુરંગમાં પહોંચી એનડીઆરએફની ટીમ

રાત-દિવસની મહેનત બાદ કામદારોને બચાવી લેવાયા

NDRF ની ટીમ અંદર ટનલમાં ગઇ હતી અને એમ્બ્યુલન્સમાં આ કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવશે. અગાઉ તેમને પાઇપ દ્વારા પાણી અને ખોરાક પહોંચાડવામાં આવતો હતો, ત્યાર બાદ ટનલને લઇને નિષ્ણાંતોની મદદ લેવાઇ હતી અને ડ્રિલિંગ કરીને તેમની જિંદગી બચાવી લેવામાં આવી છે.કામદારોના બહાર આવતા પહેલા અહીં લાગણીશીલ દ્રશ્યો જોવા મળ્યાં હતા અનેક દિવસથી તેમને બચાવવા કામ કરનારા લોકોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

આજે પીએમ મોદીએ ફરી કહ્યું હતુ કે આ કામદારોને બચાવી લેવા માટે દરેક વ્યક્તિએ પ્રાર્થના કરવી જોઇએ, બીજી તરફ ઉત્તરાખંડના મુખ્યપ્રધાન પુષ્કરસિંગ ધામીએ સવારે બેઠક યોજીને કામની સમીક્ષા કરી હતી, તેઓ છેલ્લા કેટલાક દિવસોથી ટનલ પાસે બનેલી તેમને કામચલાઉ ઓફિસથી જ કામ કરી રહ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch