Fri,20 September 2024,12:35 pm
Print
header

BIG NEWS: 17 દિવસના સંઘર્ષ બાદ તમામ 41 કામદારો સુરંગમાંથી આવ્યાં બહાર, પરિવારજનોમાં ખુશીનો માહોલ

ઉત્તરાખંડઃ ઉત્તર કાશીમાં સુરંગમાં ફસાયેલા કામદારોને નવી જિંદગી મળી છે, તમામ 41 કામદારો સુરંગમાંથી બહાર આવી ગયા છે. એક પાઇપ સુરંગમાં અંદર નાખવામાં આવી હતી. NDRFની ટીમ પાઈપ દ્વારા કામદારો સુધી પહોંચી હતી, ત્યારબાદ તેમને બહાર કાઢવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતુ, આ તમામને  એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ મોકલવામાં આવ્યાં છે. કામદારોના પરિવારજનો તેમને મળીને ખુશ ખુશાલ થઇ ગયા છે.

17 માં દિવસે કામદારોને સુરંગમાંથી બહાર કાઢવામાં આવ્યાં, સીએમ ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે તેમનું સ્વાગત કર્યું

17 માં દિવસે ઉત્તરકાશીમાં ટનલમાંથી કામદારોને બહાર કાઢવામાં આવ્યાં છે. સીએમ ધામી અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે તેમનું સ્વાગત કર્યું છે. સુરંગની બહાર લાગણીશીલ દ્રશ્યો સર્જાયા હતા.

કામદારો 2 નવેમ્બરથી સુરંગમાં ફસાયેલા હતા

સિલ્ક્યારા ટનલ ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટરના અંતરે સ્થિત છે. 12 નવેમ્બરે આ સુરંગનો એક ભાગ તૂટી પડ્યો હતો, જેના કારણે કામદારો ટનલની અંદર ફસાઈ ગયા હતા.

મોટા મશીનો નિષ્ફળ ગયા, રૈટ માઇનર્સે અજાયબીઓ બતાવી

આ રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન ઘણા મોટા મશીનો ફેલ થયા હતા. પરંતુ રૈટ માઇનર્સે શાનદાર કામગીરી બતાવી હતી. આ રેસ્ક્યૂ ઓપરેશન ઓગર મશીન, વર્ટિકલ ડ્રિલિંગ, રૈટ માઇનર્સની મદદથી હાથ ધરવામાં આવ્યું હતું. આ સમય દરમિયાન નીચે ખોદીને પાઇપો નાખવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન એક સમય એવો આવ્યો હતો, જ્યારે અમેરિકન ઓગર મશીન પણ ફસાઈ ગયું હતુ અને પછી રૈટ માઇનર્સેની ટીમોએ ત્યાંથી મેન્યુઅલ ડ્રિલિંગ શરૂ કર્યું. આ લોકોએ આગળ ખોદકામ હાથથી કર્યું હતું. હવે આ તમામને બચાવી લેવાયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch