Sat,04 May 2024,6:51 pm
Print
header

પાકિસ્તાની એજન્સી ISI માટે જાસૂસી કરતો સતેન્દ્ર મેરઠમાંથી પકડાયો, રશિયામાં ભારતીય એમ્બેસીમાં કરતો હતો કામ

ઉત્તરપ્રદેશઃ ATSએ મેરઠમાંથી એક શખ્સની ધરપકડ કરી છે. સતેન્દ્ર સિવાલ નામનો આ વ્યક્તિ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI માટે જાસૂસી કરતો હતો. સત્યેન્દ્ર રશિયામાં ભારતીય દૂતાવાસમાં કામ કરે છે. ATSએ જણાવ્યું કે શંકાસ્પદ સતેન્દ્ર સિવાલ 2021થી રશિયામાં ભારતીય દૂતાવાસ (IBSA)માં કામ કરી રહ્યો છે. ATSએ આ વ્યક્તિ પાસેથી 2 મોબાઈલ ફોન, 1 આધાર કાર્ડ, PAN કાર્ડ, ઓળખ કાર્ડ અને 600 રૂપિયા રોકડા જપ્ત કર્યાં છે.

દુશ્મનોને ગુપ્ત માહિતી મોકલતો હતો

ઉત્તર પ્રદેશ એટીએસએ જણાવ્યું કે એટીએસને માહિતી મળી હતી કે પાકિસ્તાની જાસૂસી સંસ્થા ISIના હેન્ડલર્સ કેટલાક શખ્સોના સંપર્કમાં છે અને ભારત સરકારના વિદેશ મંત્રાલયના કર્મચારીઓને પૈસા આપીને ભારતીય સેના સંબંધિત ગોપનીય માહિતી મેળવી રહ્યાં છે. જેના કારણે ભારતની આંતરિક અને બાહ્ય સુરક્ષા માટે મોટો ખતરો ઉભો થઇ રહ્યો છે. માહિતીના આધારે UP-ATSએ સિવાલની કડક રીતે પૂછપરછ કરી અને  તેણે જાસૂસી કર્યાની કબૂલાત કરી લીધી, મેરઠમાંથી તેની ધરપકડ કરવામાં આવી છે.

સેનાની ગતિવિધીઓ વિશે માહિતી આપતો હતો

એટીએસની પૂછપરછ દરમિયાન સતેન્દ્ર સિવાલે ખુલાસો કર્યો હતો કે તે ભારતીય સેના અને તેના રોજિંદા કામકાજ વિશે માહિતી મેળવવા માટે ભારત સરકારના અધિકારીઓને પૈસા આપતો હતો. તેના પર ભારતીય દૂતાવાસ, સંરક્ષણ મંત્રાલય અને વિદેશ બાબતોની મહત્વપૂર્ણ અને ગોપનીય માહિતી ISI હેન્ડલર્સને આપવાનો આરોપ છે.

ATS અનુસાર આરોપી સતેન્દ્ર સિવાલ હાપુડ દેહાતના શાહમહિઉદ્દીનપુર ગામનો રહેવાસી છે. તે ભારત સરકારના વિદેશ મંત્રાલયમાં MTS (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ) તરીકે નિયુક્ત થયો હતો અને હાલમાં મોસ્કો, રશિયામાં ભારતીય દૂતાવાસમાં કાર્યરત હતો, પરંતુ તે ભારત આવ્યો પછી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch