Sat,27 July 2024,4:15 pm
Print
header

આ દેશમાં થયો દર્દનાક અકસ્માત, બસ ખાડામાં પડી જતાં 24 લોકોનાં મોત થઇ ગયા

દક્ષિણ અમેરિકાઃ પેરુમાં એક મોટા માર્ગ અકસ્માતની દુઃખદ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યો છે. એક બસ ખાડામાં પડી ગઈ હતી. આ અકસ્માતમાં 24 લોકોનાં મોત થયા છે.આ ઘટના સોમવારે સ્થાનિક સમય અનુસાર લગભગ 1.30 વાગ્યે ચુરકંપા પ્રાંતના પર્વતીય વિસ્તારમાં બની હતી. મૃતકોમાં સગીરો પણ સામેલ છે. ઘાયલોને હુઆનકાયો, પમ્પાસ અને આયાકુચો શહેરોની હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યાં હતા.એન્કોના જિલ્લા મેયર, મેન્યુઅલ ઝેવાલોસે રેડિયો સ્ટેશનને જણાવ્યું કે આ વિસ્તારમાં હિમસ્ખલનને કારણે રોડ એક મહિનાથી ખરાબ સ્થિતિમાં હતો.

આ પહેલા ઓગસ્ટ મહિનામાં મેક્સિકોમાં એક મોટો રોડ અકસ્માત થયો હતો. સેન્ટ્રલ મેક્સિકોમાં કુઆકાનોપાલન-ઓક્સાકા હાઈવે પર એક માર્ગ અકસ્માતમાં લગભગ 16 લોકોનાં મોત થયા હતા.  મધ્ય મેક્સિકોમાં એક માર્ગ અકસ્માતમાં 16 લોકોનાં મોત થયા હતા.

બસ અને ટ્રેલર વચ્ચે અથડામણ

આ અકસ્માત ત્યારે થયો હતો જ્યારે બસ ટ્રેલર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો દર્દનાક હતો કે તેમાં 16 લોકોનાં મોત થયા હતા. દુર્ઘટનાની માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch