Sat,27 April 2024,1:05 am
Print
header

હાઉડી મોદી કાર્યક્રમમાં અબ કી બાર ટ્રમ્પ સરકાર નારાનો વિવાદ, વિદેશ મંત્રીએ આપવો પડ્યો જવાબ

અમેરિકાના હ્યુસ્ટનમાં હાઉડી મોડી કાર્યક્રમમાં 50 હજાર લોકોની વચ્ચે મોદીનું શક્તિ પ્રદર્શન દુનિયાએ જોયું, એક તરફ અમેરિકામાં સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે, બીજી તરફ ભારતીય મતદારો પર નજર રાખીને બેઠેલા ટ્રમ્પ મોદી સાથે નિકટતા વધારી રહ્યાં છે, આ બધાની વચ્ચે હાઉડી મોદી કાર્યક્રમમાં મોદીએ અબકી બાર ટ્રમ્પ સરકાર કહ્યું હતુ અને લોકોએ આ નારા લગાવ્યાં હતા, બાદમાં કોંગ્રેસે ભારતની વિદેશ નીતિને ધ્યાનમાં રાખીને મોદીની ટીકા કરતા કહ્યું હતુ કે ભારત કોઇ દેશના આંતરિક રાજકારણમાં દખલગીરી નથી કરતુ, મોદી જે બોલ્યાં છે તે વિદેશ નીતિનું ઉલ્લંઘન છે.

આ વિવાદ બાદ હવે અમેરિકાના ત્રણ દિવસના પ્રવાસે પહોંચેલા વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું છે કે મોદીએ માત્ર ટ્રમ્પ માટે ઉપયોગમાં લેવાયેલા શબ્દો કહ્યાં હતા, તેમને ટ્રમ્પનો કોઇ પ્રચાર કર્યો નથી, મોદીએ 2016ના ટ્રમ્પના રાષ્ટ્રપતિ ચૂંટણી અભિયાનને યાદ કર્યું હતું, કારણ કે તે વખતે અમેરિકામાં રહેતા ભારતીય સમુદાયમાં અબકી બાર ટ્રમ્પ સરકાર નારો પ્રચલિત હતો, તે નારા સાથે ભારતનું એક જોડાણ છે, કારણ કે આ શબ્દો ભારતીય લોકોએ આપ્યાં હતા. જેથી મોદીએ ટ્રમ્પનો પ્રચાર નથી કર્યો તેવું વિદેશમંત્રીએ જણાવ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch