Sat,27 April 2024,8:38 am
Print
header

અમેરિકાએ કાબૂલ બ્લાસ્ટનો લીધો બદલો, કાવતરાખોર આતંકીને એર સ્ટ્રાઇકમાં કર્યો ઠાર

(તસવીર સૌજન્યઃ એએફપી ટ્વીટર)

કાબૂલઃ અફઘાનિસ્તાનના કાબૂલ એરપોર્ટ બહાર આઈએસના આતંકીએ કરેલા વિસ્ફોટમાં 13 અમેરિકન સૈનિકોના મોત બાદ ગણતરીના કલાકોમાં જ અમેરિકાએ બદલો લઇ લીધો છે. કાબૂલ બ્લાસ્ટના જવાબમાં અમેરિકન સેનાએ આઈએસ આતંકી સામે એરસ્ટ્રાઇક કરી છે. માનવરહિત ડ્રોનથી નાંગરહારમાં આઈએસઆઈએસ-કેના ઠેકાણા પર અમેરિકન સેના દ્વારા હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો.જેમાં અમેરિકન સેનાએ કાબૂલ બ્લાસ્ટના કાવતરાખોર આતંકીને પણ ઠાર કર્યો હોવાનો દાવો કરાયો છે.

એર સ્ટ્રાઇક બાદ અમેરિકાએ એરપોર્ટ પરથી લોકોને હટવા માટે કહ્યું છે. અમેરિકાને અહીં ફરીથી આતંકી હુલમો થવાની આશંકા છે. પેંટાગોન તરથી દાવો કરવામાં આવ્યો છે નક્કી ટાર્ગેટ પાર પાડ્યો છે. આઈએસઆઈએસ કેના ઠેકાણા પર ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો હતો.

અફઘાનિસ્તાનના રાજધાની કાબૂલમાં ગુરુવારે હામિદ કરઝઈ એરપોર્ટ પર ઈસ્લામિક સ્ટેટ (આઈએસ)ના આતંકી હુમલામાં 13 અમેરિકન સૈનિકોના મોત થયા હતા.અહી કુલ 100 થી વધુ લોકોના મોત થયા હતા,  હુમલામાં માર્યા ગયેલા લોકોની યાદમાં 30 ઓગસ્ટ સુધી અમેરિકન ઝંડો અડધી કાઠીએ ફરકાવાશે. દરમિયાન હુમલાને લઈ અમરેકિન રાષ્ટ્રપતિ જો બાઈડેને આતંકીઓને ચેતવણી આપતાં કહ્યું કે, તેમણે મોતની કિંમત ચૂકવવી પડશે.અમે આ નહીં ભૂલીએ, તમને માફ નહીં કરીએ. અમે તમારો વીણી વીણીને શિકાર કરીશું. અમે અફઘાનિસ્તાનમાં રહેલા અમેરિકન નાગરિકોને બચાવીશું, અમારા સહયોગીઓને પણ બહાર કાઢીશું. તેમણે એમ પણ જણાવ્યું અમારું મિશન ચાલુ રહેશે. જરૂર પડશે તો વધારાનું અમેરિકન સૈન્ય અફઘાનિસ્તાન મોકલીશું. જે લોકોએ આ હુમલાને અંજામ આપ્યો છે તે જાણી લે કે અમે તેમને માફ નહીં કરીએ. આ ઘટનાને અમે ભૂલવાના નથી. અમે લોકો હવે તમારો શિકાર કરીશું. તમારે આ હુમલાની કિંમત ચુકવવી પડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch