વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને ચીન સાથે સંબંધોને જટિલ ગણાવ્યાં છે.તેમણે યુરોપ અને એશિયા સાથે મળીને કામ કરવાની વાત કહી છે. તેમણે કહ્યું ચીન સાથે લાંબી વ્યૂહાત્મક હરિફાઈની તૈયારી કરવી પડશે.અમેરિકા, યુરોપ અને એશિયા સાથે મળીને શાંતિ તથા સમૃદ્ધી માટે કેવી રીતે કામ કરે છે તે જોવું મહત્વપૂર્ણ હશે.
બાઈડેને કહ્યું ચીન સાથે હરિફાઈ તીવ્ર થઈ જવા રહી છે. હું ગ્લોબલ સિસ્ટમમાં વિશ્વાસ રાખું છું છેલ્લા 70 વર્ષમાં યુરોપ અને અમેરિકાએ ઈન્ડો પેસિફિક વિસ્તારમાં પોતાના સહયોગીઓ સાથે મળીને કામ કર્યું છે. આપણે ચીનની ખોટી આર્થિક નીતિનો મુકાબલો કરવો પડશે. દરેકે આ નિયમ સાથે આગળ વધવું પડશે. ત્યારે બાઇડેનના આ નિવેદનથી લાગી રહ્યું છે તેઓ પણ ટ્રમ્પની જેમ ચીનની ખોટી નીતિઓનો વિરોધ ચાલુ રાખશે.
બીજી તરફ અમેરિકાના બંને ગૃહોમાં સિટિઝન એક્ટ બિલ રજૂ થયું હતું. બિલમાં 8 વર્ષ અમેરિકામાં રહેનારાને ગ્રીનકાર્ડ આપવાનો પ્રસ્તાવ છે. આ બિલ મંજૂર થશે તેનાથી અસંખ્ય ભારતીય આઈટી નિષ્ણાતોને ફાયદો થશે. અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોતાં 1.1 કરોડ વિદેશી નાગરિકોને રાહત થશે. અમેરિકન કોંગ્રેસ સમક્ષ ખૂબ જ મહત્વનું બિલ રજૂ થયું છે. યુએન સિટિઝન એક્ટ બિલ અમેરિકન સંસદના બંને ગૃહોમાં રજૂ થયું છે. નવા બિલમાં ઓછામાં ઓછા 8 વર્ષ અમેરિકામાં રહેનારાને ગ્રીન કાર્ડ આપવાનો પ્રસ્તાવ છે. આ બિલને મંજૂરી મળશે તે સાથે જ 10-10 વર્ષથી ગ્રીનકાર્ડની રાહ જોતાં અસંખ્ય ભારતીયોને કાયમી વસવાટની મંજૂરી મળી જશે.
Big news- મુકેશ અંબાણીના આલીશાન ઘરની બહાર કારમાં વિસ્ફોટકો (જિલેટિન)નો જથ્થો મળ્યો
2021-02-25 21:33:31
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો 10 વિકેટે વિજય, અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
2021-02-25 21:14:23
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નવા 424 કેસ નોંધાયા
2021-02-25 20:32:23
લંડનની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી, ભાગેડું નીરવ મોદીને લવાશે ભારત
2021-02-25 17:15:56
વડાપ્રધાન મોદીનું નામ એ આપણું બ્રહ્માસ્ત્ર છે : સી.આર.પાટીલ
2021-02-25 16:40:29
વંશીય ટિપ્પણી પર ઓબામાએ મિત્રનું નાક તોડી નાંખ્યું હતું, હવે કર્યો ખુલાસો
2021-02-24 11:08:45
ભારતીયો આનંદો, અમરિકાનું નાગરિકત્વ મેળવવું બનશે સરળ, 2008 જેવો જ આપવો પડશે ટેસ્ટ
2021-02-24 11:04:48
કેનેડાની સંસદમાં આ ભારતીયની થઈ પ્રશંસા, જાણો શું કરે છે કામ
2021-02-24 09:04:15
મોતના મુખમાંથી બચી ગયા 241 લોકો, હજારો ફૂટ ઉંચાઇ પર પ્લેનના એન્જિનમાં લાગી હતી આગ
2021-02-21 17:00:34